National

પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા શરૂ, પ્રથમ બેચ નાથુ લા પાસથી ચીનમાં પ્રવેશ કર્યો

કૈલાશ માનસરોવર યાત્રા ૨૦૨૬ માટે નીકળેલા યાત્રાળુઓનો પહેલો જથ્થો શનિવારે નાથુ લા પાસ ખાતે ભારત-ચીન સરહદ પાર કરીને ચીનમાં પ્રવેશ્યો, જે પવિત્ર કૈલાશ માનસરોવરની આગળની યાત્રાનો પ્રારંભ દર્શાવે છે.

સિક્કિમના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરે પ્રવાસન મંત્રી શેરિંગ થેન્ડુપ ભૂટિયા અને સિક્કિમ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન ના અધિકારીઓની હાજરીમાં આ ટુકડીને લીલી ઝંડી આપી હતી.

પ્રથમ ટુકડીમાં ૪૪ યાત્રાળુઓનો સમાવેશ થાય છે, જેમાં ચાર સંપર્ક અધિકારીઓ અને એક તબીબી અધિકારીનો સમાવેશ થાય છે. તેમાંથી ૩૨ પુરુષો અને ૧૨ મહિલાઓ છે જે બિહાર, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઓડિશા સહિત વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે.

યાત્રા પહેલા, સિક્કિમના મુખ્ય સચિવ આર તેલંગે આતિથ્ય, તબીબી સુવિધાઓ, વીજળી અને પાણી પુરવઠો, રસ્તાની સ્થિતિ, ટ્રાફિક વ્યવસ્થાપન, નેટવર્ક કનેક્ટિવિટી, કસ્ટમ્સ ક્લિયરન્સ અને મીડિયા કવરેજ સહિતની લોજિસ્ટિકલ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. યાત્રાના સુગમ અમલીકરણની ખાતરી કરવા માટે લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકલનમાં સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

તેમણે માહિતી આપી કે યાત્રા પહેલા તમામ યાત્રાળુઓએ અંતિમ તબીબી તપાસ પાસ કરી હતી.

“અમારી જવાબદારીઓમાં સુરક્ષા કવચ પૂરું પાડવું, તબીબી સુવિધાઓ અને સરહદ પાર કરવાનો સમાવેશ થાય છે,” તેમણે મીડિયાને જણાવ્યું.

તેમણે કહ્યું કે યાત્રાળુઓનું જૂથ દેશભરના છે અને તેમની ઉંમર ૩૦-૭૦ વર્ષની વચ્ચે છે.

રાજ્યપાલે મીડિયા સાથે વાત કરતા યાત્રાળુઓને સુખી અને સલામત યાત્રાની શુભેચ્છા પાઠવી અને આશાવાદ વ્યક્ત કર્યો કે યાત્રાળુઓ ઘરે પરત ફર્યા પછી સિક્કિમમાં મળેલી આતિથ્યને શેર કરશે.

યાત્રાળુઓએ વિવિધ સરકારી એજન્સીઓ અને અધિકારીઓ દ્વારા તેમને આપવામાં આવતી સુવિધાઓની પ્રશંસા કરી.

“આ એક અદ્ભુત યાત્રા રહી છે. તેમણે (અધિકારીઓએ) આપણા બધા માટે તેને ખૂબ જ સરળ બનાવ્યું છે. હું ભગવાન શિવના દર્શન માટે આતુર છું.”

સિક્કિમના પ્રવાસન મંત્રીએ મીડિયાને જણાવ્યું કે કૈલાશ માનસરોવર યાત્રા માટે રવાના થતાં લોકો ઉર્જા અને જોશથી ભરેલા હતા.

વિદેશ મંત્રાલય દર વર્ષે જૂનથી ઓગસ્ટ/સપ્ટેમ્બર દરમિયાન બે અલગ અલગ માર્ગો – લિપુલેખ પાસ (ઉત્તરાખંડ) અને નાથુ લા પાસ (સિક્કિમ) દ્વારા કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરે છે. કૈલાશ માનસરોવર યાત્રા (દ્ભસ્રૂ) તેના ધામિર્ક મૂલ્ય અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતી છે.

દર વર્ષે સેંકડો લોકો આ યાત્રા કરે છે. ભગવાન શિવના નિવાસસ્થાન તરીકે હિન્દુઓ માટે મહત્વપૂર્ણ હોવાથી, તે જૈન અને બૌદ્ધ ધર્મીઓ માટે પણ ધામિર્ક મહત્વ ધરાવે છે.

દ્ભસ્રૂ માન્ય ભારતીય પાસપોર્ટ ધરાવતા લાયક ભારતીય નાગરિકો માટે ખુલ્લું છે, જેઓ ધામિર્ક હેતુઓ માટે કૈલાશ-માનસરોવર જવા માંગે છે.