Gujarat

વરસાદ ખેંચાયો પણ પાણીનું સંકટ નહીં, હસ્નાપુરમાં હજુ 43.40% પાણી

ચોમાસાનો વિધિવત રીતે 15 જૂનથી પ્રારંભ થઇ ગયો છે છતા હજુ જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વરસાદ થયો નથી. આ વર્ષે વરસાદ થોડો ખેંચાયો છે. વરસાદ ખેંચાવાની સાથે જિલ્લાના 14 ડેમોમાં કોઇકમાં સ્થિતી ખરાબ તો કોઇક ડેમમાં હજુ પાણીનો જથ્થો સારા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને જૂનાગઢ શહેરમાં પાણી પુરૂ પાડતા હસ્નાપુર ડેમમાં પાણીનુ પ્રમાણ 43.40 ટકા જોવા મળી રહ્યુ છે. પાણી પુરવઠા વિભાગમાંથી મળતી માહિતી અનુસાર ચોમાસાની વિધિવત શરૂઆત થવા છતા હજુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં પડ્યો નથી. જેની અસર જિલ્લાના 14 ડેમમાં રહેલા પાણીના સ્તર પર પડી છે.

વરસાદ ખેંચાયો છતા શહેરીજનો માટે રાહતના સમાચાર એ છે કે, શહેરને પાણી પુરુ પાડતા હસ્નાપુર ડેમમાં હજુ પાણીનુ સ્તર 43.40 ટકા નોંધાયુ છે. જિલ્લામાં સૌથી ઓછુ પાણીનુ સ્તર ભેંસાણના ઉબેણમાં 1.64 ટકા છે.

પાણીની સ્થિતિ‎

મધુવંતી – 32.47 ટકા‎‎‎ પ્રેમપરા – 0.00 ટકા‎‎‎ હસ્નાપુર – 43.40 ટકા‎‎‎ ઓઝત 2 – 7.66 ટકા‎‎‎ વ્રજમી – 2.28 ટકા‎‎‎ આંબાજળ ‎- 27.37 ટકા‎‎‎ ધ્રાફડ – 25.42 ટકા‎‎‎ બાંટવા – 8.50 ટકા‎‎‎ ઓઝત,શાપુર – 35.76 ટકા‎‎ ઓઝત, વંથલી – 28.43 ઠકા‎‎‎ મોટાગુજરીયા – 22.41 ટકા‎‎‎ જાંજેસરી – 22.47 ટકા‎‎ સાબલી – 10.05 ટકા‎‎‎ ઉબેણ – 1.64 ટકા‎‎‎