Gujarat

વડોદરામાં યુવકની હત્યા કરનાર મુખ્ય આરોપી જય સહિત બેની ધરપકડ

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વ્રજ રેણુ હોસ્પિટલ સામે આવેલા જય માતાજી ટી-સ્ટોલ પર યુવરાજ ડોડિયાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસે મુખ્ય આરોપી જય ઉર્ફે ટિન્કુ બબલુ શાહુ અને તેની સાથે રહેલા પ્રદીપ જાદવ ધરપકડ કરી છે. બંનેને કોર્ટમાં રજૂ કરીને ડિમાન્ડની માંગણી કરતા કોર્ટે 6 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે બંને આરોપીને સાથે રાખી ઘટનાનો રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને પોલીસે ચાકુ પણ કબજે કર્યું છે.

કામ પર રાખવા બાબતે ઉગ્ર બોલાચાલી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જય માતાજી ટી-સ્ટોલ પર ગઈકાલે બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં યુવરાજ ખુરશી પર બેઠો હતો, ત્યારે જય શાહુએ તેની સાથે ગાળાગાળી શરૂ કરી હતી. પોતાને કામ પર રાખવામાં આવતો નથી અને અન્ય યુવકોને કામ આપવામાં આવે છે તે મુદ્દે તેણે ઉગ્ર બોલાચાલી કરી હતી.