Gujarat

ધોલેરા પોલીસે 400 KV વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો

ધોલેરા પોલીસે ગોગલા ગામ નજીક જેટકોની 400 કે.વી. ટ્રાન્સમિશન વીજ લાઇનમાંથી એલ્યુમિનિયમ કંડકટર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ધોલેરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.સી. શર્માના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ અને ઘનશ્યામસિંહ દાદુભાએ કાર્યવાહી કરી હતી.

આ ગુનામાં સંડોવાયેલા ગોગલા ગામના વિજયકુમાર મુકેશભાઈ ઝાપડિયા (ઉં.વ. 26) અને ઘનશ્યામભાઈ ખોડાભાઈ ઝાપડિયા (ઉં.વ. 24) નામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી અંદાજિત ₹4.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 250 મીટર એલ્યુમિનિયમ કંડકટર વાયર (કિંમત ₹1,50,000), એક બોલેરો વાહન (GJ-01-ET-1997) (કિંમત ₹3,00,000) અને બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન (કિંમત ₹10,000)નો સમાવેશ થાય છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોલેરા પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.