National

યુવતી પર પોતાના પ્રેમીની મદદથી થનાર પતિની હત્યાનો આરોપ

મહારાષ્ટ્રની પુણે પોલીસે જણાવ્યું કે એક યુવતીની પોતાના મંગેતરની લોહાગઢના કિલ્લેથી ધક્કો મારીને હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરાઈ છે. તેના પ્રેમીની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે એક પત્રકારપરિષદમાં કહ્યું કે એક યુવતીના થનાર પતિની તેના પ્રેમી સાથે મળીને એક ખીણથી ધક્કો મારીને, દુર્ઘટનાનું નાટક કરવાના આરોપમાં ધરપકડ કરાઈ છે.

મૃતક યુવકનું નામ કેતન અગ્રવાલ છે. પોલીસે તેની થનાર પત્ની સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની કેતનની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. “હું અને મારો ભાવિ પતિ લોહાગઢ ફરવા ગયાં હતાં. તે ત્યાં પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.” આવું યુવતીએ પોલીસને જણાવ્યું હતું જોકે, તપાસ દરમિયાન મહિલાના પ્રેમી વિશે માહિતી બહાર આવી હતી.

આનાથી પોલીસને શંકા ગઈ કે તેને અગાઉ પ્રેમસંબંધ હતો અને પછીથી તેમણે આ કેસને હત્યા તરીકે નોંધ્યો હતો. પુણે ગ્રામીણ પોલીસ અધીક્ષક સંદીપ ગિલે એક પત્રકારપરિષદમાં જણાવ્યું કે શંકાઓ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં બંને આરોપીએ ગુનો કબૂલી લીધો છે.