Gujarat

જામનગરમાં એક રાતમાં 4 હુમલા

જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન હિંસાની ચાર અલગ-અલગ ઘટનાઓ નોંધાઈ છે. એક જ રાતમાં બનેલા પથ્થરમારા, છરીબાજી અને જૂથ અથડામણના આ બનાવોને કારણે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. તમામ ઇજાગ્રસ્તોને જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાઓમાં બેડી વિસ્તારમાં પાનની દુકાને બેઠેલા ઇકબાલભાઈ બસર પર 7 થી 8 લોકોના ટોળાએ અચાનક પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ઇકબાલભાઈને ઇજા થતાં તેમને જી.જી. હોસ્પિટલ ખસેડાયા હતા.

અન્ય એક ઘટના શહેરના ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં બની હતી. જૂની અદાવતના કારણે બે જૂથો સામસામે આવી ગયા હતા, જેમાં તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ થયો હતો. આ અથડામણમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને પણ જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિગ્જામ સર્કલ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે પૈસાની લેતી-દેતીના મામલે પ્રદીપસિંહ પરમાર નામના યુવક પર છરી વડે હુમલો થયો હતો. હુમલાખોરે પ્રદીપસિંહની પીઠના ભાગે ઘા ઝીંકતા તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.