ભારતના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામેની પ્રથમ ્૨૦ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. આ મેચ પહેલાં એવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી હતી કે તેને પ્લેઈંગ-૧૧માં સામેલ કરવામાં આવશે, પરંતુ અંતે તેની બાદબાકી થઈ છે. આ મેચથી શ્રેયસ અય્યર ્૨૦ ક્રિકેટમાં પહેલીવાર ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી રહ્યો છે.
જાે વૈભવ સૂર્યવંશી આ મેચમાં ડેબ્યૂ કરી લેત, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે રમનારો ખેલાડી બની જાત. તેની પાસે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના સૌથી યુવા વયે ડેબ્યૂ કરવાના ઐતિહાસિક રેકોર્ડને તોડવાની સુવર્ણ તક હતી, પરંતુ તેમ થઈ શક્યું નહીં. આ મેચમાં ભારત તરફથી અભિષેક શર્મા અને સંજુ સેમસન ઓપનિંગ જાેડી તરીકે મેદાને ઉતર્યા છે.
વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ-૧૧ની બહાર રાખવા અંગે કેપ્ટન અય્યરે ખુલાસો કર્યો છે. અય્યરે જણાવ્યું કે વૈભવ ખૂબ જ શાનદાર ખેલાડી છે, પરંતુ ટીમમાં એવા ઘણા પ્લેયર્સ છે જેમણે છેલ્લી કેટલીક સિરીઝમાં ભારત માટે સતત સારું પ્રદર્શન કર્યું છે. અમે એવા ખેલાડીઓને પ્રાથમિકતા આપવા માંગતા હતા જેમણે સાતત્ય જાળવી રાખ્યું છે. વૈભવને યોગ્ય સમય આવ્યે ચોક્કસ મોકો મળશે.
વૈભવ સૂર્યવંશીએ ૈંઁન્ ૨૦૨૬માં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે આખી સિઝનમાં ૨૩૭થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે સૌથી વધુ ૭૭૬ રન ફટકાર્યા હતા. આ ધમાકેદાર રમતને કારણે જ આ ૧૫ વર્ષીય ખેલાડીની ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી. ચીફ સિલેક્ટર અજીત અગરકરે પણ સ્વીકાર્યું હતું કે વૈભવના પર્ફોર્મન્સે સિલેક્ટર્સને તેને ટીમમાં લેવા મજબૂર કર્યા હતા.
ભારત: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.
આયર્લેન્ડ: ટિમ ટેક્ટર, રોસ અડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (વિકેટકીપર/કેપ્ટન), બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, લિયામ મેકકાર્થી, મેથ્યુ હમ્ફ્રીઝ, જય મૂંદ્રા, મેથ્યુ હોલાર્ડ.

