Gujarat

EDએ જપ્ત કરેલા પૈસા છોડાવી આપવાના બહાને 3.18 કરોડ પડાવ્યા

અમદાવાદની આંગડિયા પેઢીના 11 કરોડથી વધુની રકમ ED દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ જપ્ત કરેલી રકમ છોડાવવા પાંચ શખ્સોએ 40 ટકા કમિશન નક્કી કર્યું હતું જેમાંથી ટોકન પેટે 3.18 કરોડ મેળવ્યા પણ હતા.જોકે કમિશન મેળવીને EDએ જપ્ત કરેલી રકમ છોડવી ન આપીને ઠગાઈ કરતા આંગડિયા પેઢીના માલિકે વકીલ સહિત પાંચ શખ્સો સામે ક્રાઈમ બ્રાન્ચના ફરિયાદ નોંધાવી છે.

EDની રેડમાં 11 કરોડ જપ્ત કરાયા હતા શાહીબાગમાં રહેતા સાંકળચંદ વિષ્ણુ કાંતિ નામની આંગડિયા પેઢી ચલાવે છે. ડિસેમ્બર 2024માં તેમની આંગડિયા પેઢીમાં EDની રેડ થઈ હતી, જેમાં 11.10 કરોડ રોકડ મળી આવતા ED દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. વિજય પટેલ નામના વ્યક્તિએ ED દ્વારા જપ્ત કરવામાં આવેલા પૈસા વહીવટ કરાવી કઢાવી આપવાનું જણાવ્યું હતું.વિજય પટેલે પોતાની મોટી ઓળખાણ હોવાનું કહીને ત્રણથી ચાર મહિનામાં પૈસા પરત લાવી આપીશ તેવું જણાવ્યું હતું.

સાંકળચંદ પટેલે ટુકડે ટુકડે 3.18 કરોડ આપ્યા વિજય પટેલ એવું પણ કહ્યું હતું કે, EDની ઓફિસ આવીને આ તમામ રકમ મારા નામે ડિકલેર કરી આપો તો રકમ છોડાવી દઈશ.જે બાદ વિજય પટેલે હાઇકોર્ટના સામે આવેલા વકીલ સુધાંશુ ઝાની ઓફિસે લઈ જઈ EDનો કેસ પૂરો કરવા અને પૈસા છોડાવવા 40% ખર્ચ થશે તેવું જણાવ્યું હતું. જેમાં સાંકળચંદ પટેલ સહમત થયા હતા. જે બાદ સાંકળચંદ પટેલે ટુકડે ટુકડે 3.18 કરોડ રૂપિયા આપ્યા હતા.