પવિત્ર યાત્રાના પ્રથમ દિવસે બાબા બર્ફાનીની પહેલી ‘આરતી‘ અમરનાથ ગુફાની અંદર કરવામાં આવી
જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા, ગુરુવાર, ૨ જુલાઈથી શુભ આરંભ થયો હતો. આ પ્રસંગે સમગ્ર વાતાવરણમાં ભક્તિમય માહોલ જાેવા મળ્યો. વહેલી સવારે ‘બાબા બર્ફાની‘ અને ‘હર હર મહાદેવ‘ના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો બેઝ કેમ્પ તરફ રવાના થયો હતો. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ માટે પૂજા-અર્ચના કર્યા બાદ આ પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રાળુઓ આવતીકાલે શુક્રવારે બાબા બર્ફાનીના પ્રથમ દર્શન કરશે.
૫૭ દિવસ ચાલશે અમરનાથ યાત્રા
અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થામાં આજે કુલ ૪,૮૨૨ યાત્રાળુઓ ૨૫૯ વાહનો રવાના થયા. આ યાત્રાળુઓ વહેલી સવારે અમરનાથ ગુફા મંદિર માટે રવાના થયા હતા. અમરનાથ યાત્રામાં બે રૂટથી યાત્રાળુઓ મુસાફરી કરશે. શુક્રવારે સવારે પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી વિધિવત રીતે આગળ વધનારી આ યાત્રા ૨૮ ઓગસ્ટ સુધી ચાલશે. આ વર્ષે અમરનાથ યાત્રા કુલ ૫૭ દિવસ સુધી ચાલશે, જેમાં લાખો ભક્તો બાબાના દર્શન કરે તેવી અપેક્ષા છે.
ભક્તોની સુરક્ષા માટે સરકારે કડક અને ચુસ્ત આયોજન કર્યું છે. અમરનાથા યાત્રાના પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર દેખરેખ રાખવા માટે કેન્દ્રીય સુરક્ષા દળોની ૬૭૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (ઝ્રછઁહ્લ), જમ્મુ-કાશ્મીર પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓ તૈનાત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને તૈયારીઓની સમીક્ષા કરી હતી અને બહુસ્તરીય તેમજ અભેદ્ય સુરક્ષા ઘેરાબંધી તૈયાર કરવાના કડક નિર્દેશ આપ્યા છે. સુરક્ષા કર્મચારીઓ દરેક ખૂણા પર નજર રાખી રહ્યા છે જેથી કરીને ભક્તોને મુસાફરીમાં કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. પ્રશાસનની આ વ્યવસ્થાઓથી શ્રદ્ધાળુઓ અત્યંત ખુશ દેખાઈ રહ્યા છે.
અમરનાથ ગુફા અને યાત્રાના બે મુખ્ય રૂટ
પવિત્ર અમરનાથ ગુફા જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં દરિયાઈ સપાટીથી આશરે ૩,૮૮૦ મીટરની ઊંચાઈ પર આવેલી છે. અહીં પહોંચવા માટે ભક્તો બે મુખ્ય માર્ગોનો ઉપયોગ કરે છે:
૧. પરંપરાગત રૂટ (પહલગામ): અનંતનાગ જિલ્લામાંથી શરૂ થતો આ રૂટ ૪૮ કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ છે.
૨. ટૂંકો અને ઢાળવાળો રૂટ (બાલતાલ): ગાંદરબલ જિલ્લામાંથી શરૂ થતો આ માર્ગ ૧૪ કિલોમીટર લાંબો છે, જે અંતરની દ્રષ્ટિએ ટૂંકો પણ ઘણો સીધો ઢાળ ધરાવે છે.
અમરનાથ યાત્રાના એક દિવસ પહેલા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ભગવતી નગરમાં યાત્રી નિવાસની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે યાત્રા સંબંધિત તમામ તૈયારીઓની નજીકથી સમીક્ષા કરી હતી. તેમણે યાત્રાળુઓ માટે રહેવાની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, હેલ્પ ડેસ્ક, સ્વચ્છતા, વીજળી અને પાણી પુરવઠો અને કટોકટી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું, જેથી ખાતરી કરી શકાય કે કોઈ પણ યાત્રાળુને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમણે અધિકારીઓને મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓને વધુ સારી રીતે સંભાળવા માટે સ્ટાફ વધારવાનો નિર્દેશ આપ્યો. આ ઉપરાંત ભગવતી નગર અને તાવી રિવરફ્રન્ટ પર વારંવાર જાહેરાતો કરવાનો પણ નિર્દેશ આપ્યો જેથી યાત્રાળુઓને સમયસર બધી જરૂરી માહિતી મળી રહે.

