અયોધ્યામાં રામ મંદિર દાનચોરી કેસ: ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું મંજૂર
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં દાનમાં ગેરરીતિના આરોપો વચ્ચે સોમવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી, જેમણે કથિત ચોરીની નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ટ્રસ્ટે તેમના રાજીનામા સ્વીકારી લીધા છે, પરંતુ સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
દરમિયાન, મીડિયાની હાજરી અને ગોપનીયતાની ચિંતાઓને કારણે રામ મંદિર પરિસરની અંદરના ગેસ્ટ હાઉસમાં યોજાયેલી બેઠક દરમિયાન સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જીૈં્) દ્વારા રજૂ કરાયેલા વચગાળાના અહેવાલ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટે જીૈં્ તપાસનું સ્વાગત કર્યું છે, દોષિતો સામે કાર્યવાહી કરવાની હાકલ કરી છે પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં આશા વ્યક્ત કરી છે.
ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસે, જેમને તાજેતરમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, તેમણે બેઠકમાં ભાગ લીધો હતો. અહીં એ ઉલ્લેખનીય છે કે દાસે અગાઉ કહ્યું હતું કે તેઓ કથિત ચોરી અંગે “ખૂબ જ દુ:ખી” છે, સાથે જ દોષિતોને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી અને જીૈં્ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં આશા વ્યક્ત કરી હતી.
જાેકે, ચંપત રાય અને અનિલ મિશ્રાએ બેઠક છોડી દેવાનો ર્નિણય લીધો હતો.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે કહ્યું છે કે જે બન્યું તેનાથી સમગ્ર ટ્રસ્ટ ‘ખૂબ જ દુ:ખી‘ છે, સાથે જ તેમણે મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લીધા છે.

