ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણન આજે (૯ જુલાઈ, ૨૦૨૬) ના રોજ ઓડિશાના ભુવનેશ્વરની મુલાકાત લેશે.
આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ભુવનેશ્વરની ઓડિશા યુનિવર્સિટી ઑફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજી ખાતે યોજાનારા ઊંડા સમુદ્રમાં મત્સ્ય સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે લેટર્સ ઑફ ઓથોરાઇઝેશન જારી કરવાના રાષ્ટ્રીય લોન્ચ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે તેઓ ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન ડૉક્યુમેન્ટનું પણ વિમોચન કરશે.
ત્યારબાદ, ઉપરાષ્ટ્રપતિ ભુવનેશ્વરના ખોર્ધા સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ના ૧૫મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે.

