Gujarat

ઉનાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં RSS દ્વારા કીટ વિતરણ

ઉના તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત માધવ સ્મારક સમિતિ, જૂનાગઢ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વેરાવળ તથા અમદાવાદના સહયોગથી રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

ઉના તાલુકા અને ગીર વિસ્તારમાં બે-ત્રણ દિવસ સુધી સતત ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રાવલ નદી અને માલણ નદીના પાણી તેમજ વરસાદી પાણી ગાંગડા, પસવાળા, રામેશ્વર અને સનખડા ગામોના વાડી વિસ્તારો અને ગામોમાં મોટા પ્રમાણમાં ઘૂસી ગયા હતા.

આ પૂરના કારણે કાચા મકાનો ધરાશાયી થયા હતા અને અનેક પરિવારોના ઘરમાંથી વાસણ સહિતની ઘરવખરી પૂરમાં તણાઈ ગઈ હતી. આવા અસરગ્રસ્ત 50 જેટલા પરિવારોને મદદરૂપ થવા માટે તાલપત્રી, વાસણ, મચ્છરદાની અને ડોલ સહિતની કીટ તૈયાર કરીને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી હતી.