Gujarat

આહિરસેના ગુજરાત દ્વારા આહિર સેના સુરતમાં સંગઠન મજબૂત બનાવવાની ઝુંબેશ ઉપડવામાં આવી

આહિર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર કેતનભાઇ વાણિયાના ને પત્રકાર મુકેશ જીંજાળા ને જણાવ્યા મુજબ આહિર સેના ગુજરાત હાલ આખા ગુજરાતની અંદર આહીર સમાજનું સંગઠન મજબૂત બનાવી રહી છે ત્યારે સુરતની અંદર પણ વસતો આહિર સમાજ આહિર સમાજના યુવાનોને નવી દિશા બતાવવા માટે સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સુરત શહેરની અંદર સુરત શહેર પ્રમુખ તરીકે શ્રી તુલસીભાઈ વાળાની નિમણુંક કરવામાં આવી કામરેજ તાલુકા પ્રમુખ તરીકે શ્રી મહેન્દ્રભાઈ વાળાની નિમણૂક કરી છે અને છેલ્લા ચાર દિવસની અંદર સુરત આહીર સમાજના યુવાનોને આહિર સેના સુરતમાં 200થી વધારે સભ્યો જોડ્યા છે આવનારા દિવસોની અંદર આહીર સમાજ ની અંદર અલગ-અલગ પ્રકારની પ્રવુતિઓ કરવામાં આવશે જેમાં શિક્ષણને લગતા સેમિનાર બિઝનેસને લગતા સેમિનાર યુવા પેઢીને શિક્ષણમાં કઈ રીતે આગળ વધવું આધ્યાત્મિકતામાં કઈ રીતે આગળ વધવું એવા સેમિનારો કરી સમાજને જાગૃત કરવાના સમાજના યુવાનોને મજબૂત કરવાના પ્રયાસો આહીર સેના ગુજરાત કરશે આવું આહિરસેના ગુજરાત પ્રદેશ કોર કમિટીના મેમ્બર સાથે પત્રકાર મુકેશ જીંજાળા એ કેતનભાઈ વાણીયા સાથે ખાસ વાતચીત માં જણાવ્યું હતું

મુકેશ જીંજાળા સુરત દ્રારા