Gujarat

કુંડળ ગામે ચાંદીપૂરા વાયરસનો શંકાસ્પદ કેસ

બરવાળા તાલુકાના કુંડળ ગામે ચાંદીપૂરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. ખેતમજૂરના બે વર્ષના બાળકને આ વાયરસના પ્રાથમિક લક્ષણો દેખાતા તેને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. બે વર્ષના બાળકને ચાંદીપૂરા વાયરસના લક્ષણો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઘટના બાદ બાળકને સૌપ્રથમ બોટાદની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

શંકાસ્પદ કેસ અંગેની વાતો વાયુવેગે ફેલાતા પંથકના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી સત્તાવાર કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. આરોગ્ય વિભાગે ટેલિફોનિક જણાવ્યું છે કે લક્ષણો દેખાતા બાળકને સારવાર માટે ખસેડાયો છે અને રિપોર્ટ આગામી સાત દિવસમાં આવ્યા બાદ જ વાયરસની પુષ્ટિ થશે.