Gujarat

ગાંધીનગરના રૂપાલ ગામમાં સાઈક્લોથોન રેલી યોજાઈ

ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાઇકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઇકલોથોનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રૂપાલ ગામના પી.એચ.સી. ખાતે યોજાયો હતો. આ સાઇકલોથોનમાં જિલ્લા કલેક્ટર ર્ડા. કુલદીપ આર્યએ સાયકલ ચલાવીને સર્વે લોકોને પ્રોત્સાહન આપ્યું હતું. સાયકલ રેલીને ગુજરાત બિન અનામત આયોગના ઉપાધ્યક્ષ રશ્મીકાંત પંડયા, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ અને મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.આ સાયકલ રેલી રૂપાલ ગામથી રાંધેજા ચોકડી સુધી યોજાઈ હતી. રાંધેજા ચોકડીથી પરત ફરીને રૂપાલ ગામમાં પાછી આવી હતી. આ સમગ્ર રેલી દરમિયાન ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય અને તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલીયાએ સાયકલ ચલાવી હતી. સર્વે જાેડાયેલા વિદ્યાર્થીઓ અને સાયકલ સવારોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને અને જાેડાયેલા સાયકલ સવારોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ પ્રસંગે રૂપાલ ગામના અગ્રણી નિતીન પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનુ સોલંકી સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં કુલ- ૨૩૦૦ થી વધુ લોકો સાયકલ સવારીમાં ભાગ લેવા નામની નોંઘણી કરાવી હતી. રૂપાલ ખાતે યોજાયેલ સાઇકલોથોનમાં ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલીયા, સાયકલિસ્ટો સહિત રૂપાલ ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ સાયકલ ચલાવી હતી. રાજયના નાગરિકોમાં આરોગ્ય સુખાકારી જળવાઇ રહે અને તેઓને પોતાના જીવનમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી શારીરિક તંદુરસ્તી રહે તેવા હેતુથી સમગ્ર રાજયમાં આજરોજ ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાઇકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા કક્ષાનો સાઇકલોથોન કાર્યક્રમ રૂપાલ ગામના પી.એચ. સી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાયકલ ચલણ થકી બિન ચેપી રોગોથી મુક્તિનું સૂત્રની પસંદગી કરવામાં આવી છે. આ સંદેશો લોકો સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં ૧૨૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, ૨૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બે અર્બન હેલ્થ સેન્ટર એમ મળી કુલ અ ૧૫૫ સ્થળો ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

CM-Surat-Cyclothon-2021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *