વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ગુરુ-શિષ્ય પરંપરા અને આધુનિક યુગમાં ગુરુના મહત્વ અંગે વ્યક્ત કર્યા વિચારો
મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી. પટેલ આર્ટ્સ કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ‘ગુરુ પૂર્ણિમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને ગુરુ પૂજનથી થઈ હતી.
મુખ્ય વક્તા પ્રો. બી.જી. પટેલે જણાવ્યું કે AI અને ટેક્નોલોજીના યુગમાં પણ જીવનમૂલ્યો, સંસ્કાર અને યોગ્ય માર્ગદર્શન માટે ગુરુનું સ્થાન અવિસ્મરણીય છે. આ પ્રસંગે “આધુનિક અને AIના યુગમાં ગુરુનું મહત્વ” વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સાનિયાબાનુ, રુમાના, ફૈઝાન અને અલ્પેશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
કાર્યકારી આચાર્ય ડો. કે.આર.પટેલે વિદ્યાર્થીઓને ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભાવના જાળવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રો. આર.જે.પટેલે કર્યું હતું, જ્યારે ડો. કે.યુ.સુથારે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીર અહેવાલ : નિસાર શેખ, મહુધા

