કોકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ) ના સ્થાપક અભિજીત દિપક દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પોલીસ અને સુરક્ષા એજન્સીઓને આ મહિનાની શરૂઆતમાં નવી દિલ્હીના જંતર-મંતર પર દ્ગઈઈ્ પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, અને તેમનું રાજીનામું માંગ્યું હતું.
મહારાષ્ટ્રના તેમના વતન છત્રપતિ સંભાજીનગરમાં તેમના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા, દિપકકે દાવો કર્યો હતો કે ભારતમાં લોકશાહી જાેખમમાં છે, તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજકીય પક્ષોને તોડવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ભારતના લોકશાહીને બચાવવી એ હવે ફક્ત વિપક્ષનો મુદ્દો નથી.
“ન્યાયતંત્ર પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. આપણે બધાએ જાેયું છે કે કેવી રીતે ઈડ્ઢ અને ઝ્રમ્ૈં નો ઉપયોગ શિવસેના અને દ્ગઝ્રઁ જેવા પક્ષોને તોડવા માટે કરવામાં આવ્યો હતો. દેશની મોટી સંસ્થાઓનું કર્તવ્ય હતું કે તેઓ લોકશાહીને જીવંત રાખે અને એકલા માણસની સરમુખત્યારશાહી ન બનાવે. તેમણે તે થવા દીધું. આને રોકવા માટે, માત્ર વિપક્ષ જ નહીં, પણ લોકોએ પણ એક સાથે આવવું પડશે,” તેમણે કહ્યું.
“અમિત શાહે ચોક્કસપણે રાજીનામું આપવું જાેઈએ. બીજી એક વાત પણ કહેવામાં આવી રહી છે: કે કોકરોચ જનતા પાર્ટીને બહારથી ભંડોળ મળી રહ્યું છે અથવા આંદોલન બહારથી ચલાવવામાં આવી રહ્યું છે. જાે આવું થઈ રહ્યું છે તો તે અમિત શાહ જેવા વ્યક્તિની નિષ્ફળતા દર્શાવે છે. જાે સીજેપી બહારથી ચલાવવામાં આવી રહ્યા છે તો તે કેવા પ્રકારના ‘ચાણક્ય‘ છે? ૨૦ જુલાઈએ વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવાનો આદેશ અમિત શાહે જ આપ્યો હશે, બીજા કોઈએ નહીં,” તેમણે કહ્યું.
દ્ગઈઈ્ (ેંય્) પરીક્ષામાં ગેરરીતિઓ અંગે જંતર-મંતર પર એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનારા દિપકકેએ પ્રહલાદ જાેશીની વચગાળાના શિક્ષણ પ્રધાન તરીકે નિમણૂક પર પણ સવાલ ઉઠાવ્યા હતા, અને ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના નેતાને ‘વિચિત્ર માણસ‘ ગણાવ્યા હતા. સીજેપીના સ્થાપકે એમ પણ કહ્યું હતું કે તેઓ સરકાર સામેના ખેડૂતોના આંદોલનને સમર્થન આપશે.
દિપકના જણાવ્યા મુજબ, દિલ્હી પોલીસ દ્વારા જંતર-મંતર નજીક વિરોધ સ્થળ પર પથ્થરોથી ભરેલા ટ્રકો લાવવામાં આવ્યા હતા. જાે કે, તેમણે ભારતભરના પોલીસ દળોને ભાજપના આદેશોનું પાલન ન કરવા અને બંધારણનું પાલન કરવા કહ્યું.
“આ પોલીસની યોજનાનો એક ભાગ હતો જેથી તે બતાવી શકાય કે આંદોલનકારી વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો હતો. હું આ અંગે ડીસીપી (વિસ્તારના) ને પણ મળ્યો અને મને કહેવામાં આવ્યું કે ટ્રક બાંધકામ સ્થળ પરથી કાટમાળ લઈ જઈ રહ્યો હતો. આ બધું ભાજપના ગુંડાઓ અને દિલ્હી પોલીસની યોજનાનો ભાગ હોઈ શકે છે,” તેમણે આરોપ લગાવ્યો.

