મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગના સત્તાવાર ચોપડે સગીરાઓ ગર્ભવતી હોવાની અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્ય સરકારની આરોગ્ય વિષયક કામગીરી અને ટ્રેકિંગ માટે ઉપયોગમાં લેવાતી ‘ટેકો’ એપ્લિકેશનમાં નોંધાયેલા આંકડા મુજબ, જિલ્લામાં છેલ્લાં ચાર મહિના દરમિયાન 131 જેટલી સગીરાઓ ગર્ભવતી થઈ હોવાનું સામે આવ્યું છે.
131 સગીરા નાની વયે જ ગર્ભવતી બનતા ખળભળાટ મળતી માહિતી અનુસાર એપ્રિલ 2026 થી જુલાઈ 2026 સુધીના ટૂંકા સમયગાળામાં જ 131 જેટલી વયસ્ક ન થયેલી કિશોરીઓની ગર્ભવતી તરીકે નોંધણી કરવામાં આવી છે. આ આંકડો જાહેર થતાં જ જિલ્લાનું સરકારી તંત્ર,સામાજિક સંગઠનો અને ચાઇલ્ડ પ્રોટેક્શન ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ હરકતમાં આવી ગઈ છે. સગીર વયે થતાં બાળલગ્નો અથવા અન્ય કારણોસર આટલી મોટી સંખ્યામાં ગર્ભવતી થયેલી કિશોરીઓની વિગતો બહાર આવતાં સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ટેકો પોર્ટલમાં થતી એન્ટ્રીના કારણે ચોંકાવનારી વિગતો સામે આવી મદદનીશ જિલ્લા આરોગ્ય અધિકારી પ્રવીણ પટેલે જણાવ્યું 131 સગીર બાળકીઓ કે જે 18 વર્ષથ નીચેની ઉંમરની છે.તેનું આપણા રજિસ્ટરમાં રજિસ્ટર નોંધણી થયેલ છે અને ‘ટેકો’ પોર્ટલમાં એની એન્ટ્રી છે.દરેક જુદા જુદા તાલુકામાં ફીમેલ હેલ્થ વર્કર દ્વારા આની નોંધણી કરવામાં આવતી હોય છે. અને જે બેન આપણા ઉંમરના આધાર કાર્ડના આધારે આનું રજિસ્ટ્રેશન થતું હોય છે.આગળના જે સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થાય છે.

