Gujarat

ગિરનારના 50 પગથિયે ફરી સિંહની લટાર

ગિરનાર પર્વત પર આજે (30જુલાઈ) વહેલી સવારે અંદાજે 3 વાગ્યાના સુમારે નવી સીડીના 50મા પગથિયાં નજીક એકસાથે ત્રણ નર સિંહો મુક્તપણે લટાર મારતા જોવા મળ્યા હતા. જેવા ગીચ માર્ગ પર વનરાજોની હાજરીની જાણ થતાં જ ભવનાથ રાઉન્ડની ટીમ અને સાસણથી આવેલી ખાસ ટ્રેકર ટીમે ત્વરિત મોરચો સંભાળી લીધો હતો.

વનકર્મીઓએ સિંહોનો સતત પીછો કરી તેમની દરેક ગતિવિધિ પર ઝીણવટભરી નજર રાખી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન વનવિભાગે સિંહોને કોઈ ખલેલ પહોંચ્યા વિના અને યાત્રાળુઓની સુરક્ષા જળવાઈ રહે તેવું આયોજન કર્યું હતું. તંત્રની ઉત્કૃષ્ટ સમયસૂચકતા અને સતર્કતાને કારણે ત્રણેય નર સિંહોને સુરક્ષિત રીતે સીડી માર્ગ પાર કરાવી જંગલ તરફ વાળી દેવાયા હતા. કોઈ અપ્રિય ઘટના ન બનતાં યાત્રાળુઓ અને તંત્રએ આશ્વાસન અનુભવ્યું હતું.

બાળકના મોતમાં 2 સિંહોને આજીવનની સજા ગત 11 જુલાઈના સવારે અંધારામાં ગિરનારના 50 પગથીયે સિંહ 12 વર્ષના બાળકને ઉઠાવી ગયો હતો.ખેડાના મોડજ ગામથી પરિવાર સાથે દર્શનાર્થે આવેલા બાળક મયુરસિંહ ચૌહાણ પર 2 સિંહે ઘાતકી તરાપ મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

મુખ્ય ગેટથી 50 પગથિયાં ચઢતા જ કાળા રંગના કપડાં પહેરેલા બાળકને સિંહ પરિવારની નજર સામે ખેંચી ગયો હતો. વન વિભાગે ટ્રેકર્સની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી હુમલો કરનાર મુખ્ય સિંહ સહિત ત્રણ સિંહને પાંજરે પૂર્યા છે. જેમાં 2 સિંહોએ બાળકને ખાધો હતો. જેથી બંને ને સક્કરબાગ ખાતે આજીવન સજા ફટકારવામાં આવી છે.