Gujarat

કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોથી ગુજરાત આવી પહોંચ્યો

ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં ૧૩ ગોલ્ડ સહિત ૩૯ મેડલ્સ સાથે રાષ્ટ્ર મંડલ રમતોમાં ચોથું સ્થાન મેળવ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં કોમનવેલ્થ ફ્લેગ વિધિવત અર્પણ કર્યો

ગુજરાતમાં આગામી ૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ-CWG રમતોત્સવની ઔપચારિક તૈયારીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ફિટ ઈન્ડિયાના મંત્રને વધુ વેગ મળશે.

ગ્લાસગો CWG સમાપન થતાં કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ આગામી ૨૦૩૦માં ઝ્રઉય્ના યજમાન રાજ્ય તરીકે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને ગ્લાસગોમાં સોંપવામાં આવ્યો હતો.

આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૯ બ્રોન્ઝ સાથે કુલ ૩૯ મેડલ્સ મેળવીને રાષ્ટ્ર મંડલ રમતોમાં ચોથું સ્થાન મેળવ્યું છે. ભારતને મળેલા મેડલ્સમાં ઈન્ડિયન પેરાએથલિટ્સે પણ ૩ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલની સિદ્ધિ હાંસલ કરી છે અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પેરાએથલિટ્સના ઉત્કૃષ્ટ પદાર્પણની ઐતિહાસિક સિદ્ધિ મળતા ઝ્રઉય્માં ભારતીય પેરાએથ્લેટિક્સ પોડિયમની ૨૦ વર્ષની આતુરતાનો અંત આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી અને પ્રતિનિધિ મંડળ ગ્લાસગોથી ગાંધીનગર આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આ કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ નાયબ મુખ્યમંત્રીશ્રીએ સંપૂર્ણ ગૌરવ સન્માન સાથે વિધિવત અર્પણ કર્યો હતો.

આ અવસરે ગ્લાસગો ખાતે આયોજિત કોમનબેલ્થ ગેમ્સ ૨૦૨૬માં પ્રતિનિધિત્વ કરનારા પેરા ખેલાડી રાકેશ ભટ્ટ અને રોહિત મજગુલ ઉપસ્થિત રહ્યા હતા. પેરા ટેબલ ટેનીસ ખેલાડી સોનલ પટેલ પણ આ વેળાએ જાેડાયા હતા.

હવે, ઝ્રઉય્ ફ્લેગ આગામી ૨૦૩૦ના ઝ્રઉય્ સુધી ગુજરાતમાં રહેશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ફિટ ઈન્ડિયાના મંત્રને સાકાર કરવા સાથે ઝ્રઉય્ની પૂર્વ તૈયારીઓ અને ખેલાડીઓ માટે પ્રેરણાપુંજ બનશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ ઝ્રઉય્ ફ્લેગ અર્પણ કર્યો તેને સમગ્ર મંત્રીમંડળે હર્ષોલ્લાસથી વધાવ્યો હતો. મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર અને શ્રી એમ. થેન્નારસન તથા સચિવ શ્રી રાહુલ ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવિ યજમાન દેશને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ કેમ આપવામાં આવે છે?

* કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં વર્તમાન યજમાન દેશ દ્વારા કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ આગામી યજમાન દેશને સોંપવાની પરંપરાનું વિશેષ મહત્વ છે.

* યજમાનીના અધિકાર અને જવાબદારીનું પ્રતીક: ધ્વજનું હસ્તાંતરણ આગામી યજમાન દેશને ગેમ્સના આયોજનની જવાબદારી સોંપવાનું પ્રતીક છે.

* પરંપરાની અવિરતતા: તે દર્શાવે છે કે કોમનવેલ્થ ગેમ્સની ગૌરવશાળી પરંપરા એક યજમાનથી બીજા યજમાન સુધી સતત આગળ વધી રહી છે.

* એકતા અને મિત્રતાનો સંદેશ: આ હસ્તાંતરણ કોમનવેલ્થ દેશો વચ્ચેના વિશ્વાસ, સહકાર, મિત્રતા અને રમતગમતની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

* આગામી ગેમ્સની ઔપચારિક શરૂઆત: ધ્વજ પ્રાપ્ત થતાં જ આગામી યજમાન દેશ માટે ગેમ્સની તૈયારીઓનો ઔપચારિક પ્રારંભ માનવામાં આવે છે.

* રમતગમતના મૂલ્યોનું વહન: ધ્વજ સાથે નિષ્પક્ષ રમત, શ્રેષ્ઠતા, પરસ્પર સન્માન અને વૈશ્વિક ભાઈચારાના મૂલ્યો આગામી યજમાન સુધી પહોંચે છે.

આમ, આ કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ આગામી યજમાન દેશને આપવાનો હેતુ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ ગેમ્સની યજમાની, જવાબદારી, પરંપરા, એકતા અને રમતગમતના ઉચ્ચ આદર્શોના વારસાનું ગૌરવપૂર્ણ હસ્તાંતરણ કરવાનો છે.

CWG ધ્વજ શું છે?

કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ કોમનવેલ્થ દેશો વચ્ચેની એકતા, મિત્રતા, સમાનતા અને રમતગમતની ભાવનાનું પ્રતીક છે. આ ધ્વજ ખેલાડીઓને રમત દ્વારા વિશ્વબંધુત્વ, પરસ્પર સન્માન અને શાંતિનો સંદેશ આપે છે. યજમાન શહેરમાં ધ્વજનું આગમન ગેમ્સની તૈયારીઓ અને ઉત્સાહનું પ્રતીક માનવામાં આવે છે.

આ ફ્લેગ કોમનવેલ્થ પરિવારના દેશો વચ્ચે એકતા, શાંતિ, મિત્રતા, સહકાર અને રમતગમતની ઉચ્ચ ભાવનાનું જીવંત પ્રતીક છે અને “Sport Unites Us All”ના સંદેશને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડે છે.