Maharashtra

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ કપાસ, કોટન, મેન્થા તેલ, સીપીઓમાં સુધારાનો સંચારઃ રબર ઢીલુઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 60 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 115 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 93,450 સોદાઓમાં કુલ રૂ.6,706.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 60 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 115 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 40,976 સોદાઓમાં કુલ રૂ.2,355.62 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,119ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,248 અને નીચામાં રૂ.48,051 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 ઘટી રૂ.48,079ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.10 ઘટી રૂ.38,414 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.4,774ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,187 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,240 અને નીચામાં રૂ.61,753 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.493 ઘટી રૂ.61,805 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.474 ઘટી રૂ.62,110 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.489 ઘટી રૂ.62,105 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 6,495 સોદાઓમાં રૂ.1,247.04 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.15 ઘટી રૂ.225.75 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.288ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.758.25 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.2 ઘટી રૂ.1,564.70 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.192ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 30,023 સોદાઓમાં કુલ રૂ.1,728.85 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,519ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,523 અને નીચામાં રૂ.5,465 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.43 ઘટી રૂ.5,485 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.90 વધી રૂ.284.90 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,713 સોદાઓમાં રૂ.186.33 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,894ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1894 અને નીચામાં રૂ.1866.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.27.50 વધી રૂ.1,885.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.16,001ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,001 અને નીચામાં રૂ.15,800 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.346 ઘટી રૂ.15,883ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,085ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1085 અને નીચામાં રૂ.1081.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.70 વધી રૂ.1083.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.90 વધી રૂ.978.60 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.20 વધી રૂ.32,670 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,096 સોદાઓમાં રૂ.1,171.15 કરોડનાં 2,433.225 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 30,880 સોદાઓમાં કુલ રૂ.1,184.47 કરોડનાં 190.720 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.129.53 કરોડનાં 5,705 ટન, જસતના વાયદાઓમાં રૂ.153.18 કરોડનાં 5,300 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.623.22 કરોડનાં 8,357.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.315.63 કરોડનાં 2,040 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.25.48 કરોડનાં 1,360 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,861 સોદાઓમાં રૂ.675.47 કરોડનાં 12,30,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,162 સોદાઓમાં રૂ.1,053.38 કરોડનાં 3,72,57,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 6 સોદાઓમાં રૂ.0.23 કરોડનાં 24 ટન અને કોટનના વાયદાઓમાં 1,397 સોદાઓમાં રૂ.165.46 કરોડનાં 50225 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 222 સોદાઓમાં રૂ.9.12 કરોડનાં 93.24 ટન, રબરના વાયદાઓમાં 30 સોદાઓમાં રૂ.0.51 કરોડનાં 32 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 58 સોદાઓમાં રૂ.11.01 કરોડનાં 1,030 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 14,068.873 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 619.478 ટન, એલ્યુમિનિયમમાં 19,325 ટન, જસત વાયદામાં 12,345 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,585 ટન, નિકલ વાયદામાં 3,195 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,190 ટન, ક્રૂડ તેલમાં 6,86,100 બેરલ અને નેચરલ ગેસમાં 1,46,51,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 120 ટન, કોટનમાં 176250 ગાંસડી, મેન્થા તેલમાં 340.92 ટન, રબરમાં 72 ટન, સીપીઓમાં 76,170 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 761 સોદાઓમાં રૂ.66.88 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 324 સોદાઓમાં રૂ.26.53 કરોડનાં 375 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 359 સોદાઓમાં રૂ.34.97 કરોડનાં 406 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,463 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 963 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,153ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,185 અને નીચામાં 14,125ના સ્તરને સ્પર્શી, 60 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 30 પોઈન્ટ ઘટી 14,133ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,257ના સ્તરે ખૂલી, 115 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 28 પોઈન્ટ ઘટી 17,229ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 13,482 સોદાઓમાં રૂ.1,121.92 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.136.34 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.23.24 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.961.53 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *