ઊંઝા ST બસ ડેપો ખાતે સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા ST બસ ડેપો દ્વારા ઓગસ્ટ માસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનનો એક ભાગ છે. વૃક્ષારોપણ ઉપરાંત, ડેપો સંકુલમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારાસભ્ય કે.કે. પટેલ, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરતજી ઠાકોર, ઊંઝા તાલુકા પંચાયત સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ અને ઊંઝા ડેપો મેનેજર કે.બી. પટેલ સહિત ડેપોના કામદારો હાજર રહ્યા હતા સરકારના પર્યાવરણ સંરક્ષણના અભિગમને ધ્યાનમાં રાખીને આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઊંઝા ડેપો વતી ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

