મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલની શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચતમ સંસ્થા શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાં 950 થી વધારે વિદ્યાર્થીઓ કે જી થી લઇ ધોરણ-૧૨ સુધી અભ્યાસ કરે છે જય અંગ્રેજી મીડીયમ ગુજરાતી મીડીયમ દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે તે શાળામાં 2021 ના ઉત્તરાર્ધમાં ભવ્ય ફેરનું આયોજન કરવામાં આવ્યું આ શાળાના વિદ્યાર્થીઓ માં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા તેમજ વિદ્યાર્થીઓના સર્વોત્તમ શિક્ષણ માટે સતત કાર્યરત રહે છે શિક્ષણની સાથે-સાથે સહભ્યાસિક પ્રવૃત્તિઓમાં દ્વારા વિદ્યાર્થીઓની અંદર રહેલ ટેલેન્ટને બહાર લાવવાનો પ્રયત્ન ખુલ્લા સ્ટેટ દ્વારા અવારનવાર કરવામાં આવે છે આજરોજ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ ની મદદથી 25 સ્ટોલ બનાવવામાં આવ્યા છે જેમાં ખાવા-પીવાની વસ્તુઓ પણ રાખેલ છે 10 ગેમજોન છે ડીજે મ્યુઝિક છે કાર્ટુન ડેકોરેટર જમ્પિંગ જેક ચકડોળ સેલ્ફી જોન હોર્સ રાઇડિંગ આ ઉપરાંત બાળકો માટે અને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ દેશભક્તિ સોંગ અને ડાન્સના વિવિધ કાર્યક્રમ સભર ફનફેર નો આનંદ આ ફનફેર દ્વારા પાંચ હજારથી વધુ વ્યક્તિઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો
આ પ્રસંગે શાળાના આચાર્ય શાહ બંકિમ ભાઈ તેમજ સતિષભાઈ પાટીલ દ્વારા કઠલાલ થી પધારેલા પીએસઆઇ વી.એસ ચારણ કઠલાલ નગરના પ્રમુખ તેમજ નગર સેવા સદનના તમામ કાઉન્સીલરોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ફન ફેર ખુલ્લો મુકવામાં આવ્યો આ પ્રસંગે શાળા વતી આ કાર્યક્રમની દિપાવવા માટે તેમજ ફેર માટે વિશાળ જગ્યા નું આયોજન કરી આપવા બદલ સ્વાગત ટાઉનશીપ ના માલિક અશોકભાઈ પટેલ નું અને પધારેલા સૌ મહાનુભાવો નું આચાર્ય અને સ્ટાફ વતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શાળાના આમંત્રણને માન આપી પધારેલા સૌ નગરજનો નું આચાર્ય દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું આ ફનફેર નો આનંદ નાના ભૂલકાઓ સાથે સાથે તેમના પેરન્ટ્સ તો એ પણ લીધો હતો


