ગિરગઢડા
ભરત ગંગદેવ.
પ્રાચી ખાતે અર્ધ લશ્કરી દળ (પેરા મિલીટ્રી) ના નિવૃત જવાનો ને થતા અત્યાચાર સામે લડત આપવા માટે એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેરા મિલીટ્રી ના નિવૃત જવાનો ને પારાવાર થતી મુશ્કેલીઓ અને અત્યાચાર ને ધ્યાને રાખી આવનારા સમય માં આવેદન કરવા માં આવશે જેમાં. મિલીટ્રી ફોર્સ ને મળતું યોગ્ય માન સન્માન અને વળતર મળે છે જે પેરા મિલીટ્રી ને મળવા પાત્ર નથી જેને લઈ ગીર સોમનાથ જિલ્લા ના (એક્સ પેરા મિલીટ્રી) ફોર્સ ના જવાનો સાથે મળી એક મિટિંગ નું આયોજન કરાયું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ ઓઘડભાઈ વાઢેર ,ગીર સોમનાથ જિલ્લા સેક્રેટરી દેવયતભાઈ વાઢેર ,તાલાલા તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ પરમાર ,તાલુકા પ્રમુખ વેરાવળ કાનજીભાઈ ડોડીયા , સુત્રાપાડા તાલુકા પ્રમુખ ભગવનભાઈ પંપાણીયા, ચંદુભાઈ સોલંકી,વિરાભાઈ વાઢેર, દેવભાઈ રાઠોડ,ઝાલા હરિસિંહ સભ્ય શ્રી સુત્રાપાડા તાલુકા,તેમજ લાલજીભાઈ જોશી સભ્ય શ્રી તાલાલા તાલુકા , તેમજ નિમ્ન લિખિત હોદેદારો હાજર રહ્યા હતા અને પેરા મિલીટ્રી ને પડતી તકલીફો ને ધ્યાને લઇ યોગ્ય ચર્ચા વિચારણા કરાઈ હતી આ વિષય પર વધુ વિગત માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ પટેલ મો 7698800345 તેમજ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ ઓઘડભાઈ વાઢેર મો.8140350760 પર કૉલ કરી યોગ્ય જાણકારી મેળવવા અનુરોધ કરાયો હતો

