Gujarat

રાજકોટ કોઠારીયા સોલ્વન્ટ શીવ હોટલ સામેથી ગાડીમાંથી એકસપ્લોજીવ ને લગત જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ કોઠારીયા સોલ્વન્ટ શીવ હોટલ સામેથી ગાડીમાંથી એકસપ્લોજીવ ને લગત જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન, જુગાર, આર્મ્સ એકટ મુજબની તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃતી આચરતા ઇસમોને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એ.એસ.ચાવડા ની ટીમનો પોલીસ સ્ટાફ અનીલભાઇ સોનારા, કનકસિંહ સોલંકી તથા હરપાલસિંહ જાડેજા નાઓને મળેલ સંયુકત હકીકત આધારે રાજકોટ-ગોંડલ હાઇ-વે, કોઠારીયા સોલ્વન્ટ, શીવ હોટલ સામેથી બોલેરો પીકઅપ ગાડીમાંથી નીચે જણાવેલ આરોપીને ગેરકાયદેસર એકસપ્લોજીવ ને લગત સામાન સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. દોલાભાઇ રઘુભાઈ મીર-ભરવાડ ઉ.૩૪ રહે.શીતળાધાર કોઠારીયા સોલ્વન્ટ રાજકોટ મુળ.છતરીયાળા તા.ચુડા, જી.સુરેન્દ્રનગર. બોલેરો પીકઅપ ગાડી રજી.નં.GJ03BV1411 કિ.3,00,00 કુલ કિ.5,95,000 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260810-WA0089.jpg