હિંમતનગર તાલુકાના જામળા ગામના સ્ટેન્ડ પર ઊભેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. આગની જ્વાળાઓ દેખાતા જ ચાલક સહિત ત્રણેય સવાર તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયા હતા. ગામથી બહાર જવા માટે કાર ચાલુ કરાઈ હતી ત્યારે જ અચાનક તેમાંથી જ્વાળાઓ નીકળવા માંડી હતી. કાર સવારો ગભરાઈ ગયા હતા, પરંતુ સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.

કારમાં આગ લાગ્યા બાદ આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ હિંમતનગર ફાયર ટીમને જાણ કરી હતી. ફાયર ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

