તાપી જિલ્લાના વ્યારા ખાતે 80માં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ દેશ માટે શહીદી વહોરનારા વીર સપૂતો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી લોક કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી.

આ ઉજવણી દરમિયાન વિવિધ શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના તાલે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરીને દેશને હરિયાળો રાખવાનો સકારાત્મક સંદેશ પાઠવવામાં આવ્યો હતો.


