Gujarat

ભાયલીમાં 150 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ

મધ્ય ગુજરાતના દર્દીઓને એક જ છત નીચે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ મળી રહે તે હેતુથી વડોદરાના ભાયલી વિસ્તારમાં તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ 150 બેડની નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. અહીં 0થી લઈને 100 વર્ષ સુધીના તમામ દર્દીઓની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહત્વનું છે કે, અહીં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે પણ સુવિધા ઊભી થશે, જે ગુજરાતમાં ત્રીજી અને વડોદરાની પહેલી હોસ્પિટલ બનશે.

હાર્ટ, લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા આ હોસ્પિટલ આગામી 8 મહિનામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા શરૂ કરશે, જે ગુજરાતની ત્રીજી અને વડોદરાની પ્રથમ હોસ્પિટલ બનશે. આ ઉપરાંત ભવિષ્યમાં 40 બેડની ક્રિટિકલ કેર અને આઈસીયુ સુવિધા, 6 અદ્યતન ઓપરેશન થિયેટર તેમજ 2 આધુનિક કેથ લેબ તૈયાર કરવામાં આવી છે. રોગના સચોટ નિદાન માટે 128 સ્લાઇસ સીટી સ્કેન, MRI અને મેમોગ્રાફી જેવી અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક સુવિધાઓ તેમજ 24×7 ઇમરજન્સી, ટ્રોમા કેર અને રોબોટિક રિહેબિલિટેશનની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

સ્પેશિયાલિટી તબીબી શાખાઓ એક જ સ્થળે કાર્યરત આ હોસ્પિટલમાં તમામ મુખ્ય સુપર સ્પેશિયાલિટી તબીબી શાખાઓ એક જ સ્થળે કાર્યરત કરવામાં આવી છે. જેમાં કાર્ડિયોલોજી, કાર્ડિયાક સર્જરી, ઓર્થોપેડિક્સ, જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જરી, ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી, ઓન્કોલોજી સાયન્સિસ, નેફ્રોલોજી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી, પલ્મોનોલોજી, ઇન્ફેક્શિયસ ડિસીઝસ તેમજ ફિઝિયોથેરાપી, રિહેબિલિટેશન અને પ્રિવેન્ટિવ કેર જેવી સેવાઓનો સમાવેશ થાય છે.