Gujarat

વંદે માતરમના અપમાન સામે માંડલ યુવા મોરચાનો વિરોધ

વંદે માતરમના અપમાનના વિરોધમાં માંડલ યુવા મોરચા દ્વારા વિઠ્ઠલાપુર ખાતે કેન્ડલ માર્ચ યોજવામાં આવ્યો હતો. યુવા કાર્યકરોએ હાથમાં મીણબત્તીઓ લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.રાષ્ટ્રગીત અને રાષ્ટ્રભાવનાના સન્માનની માંગ સાથે યુવાનોએ મીણબત્તીઓ પ્રગટાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો. માંડલ યુવા મોરચાએ જણાવ્યું હતું કે વંદે માતરમ માત્ર શબ્દો નથી, પરંતુ દેશની રાષ્ટ્રભક્તિ અને ગૌરવનું પ્રતીક છે. તેના અપમાન સામે એકજૂટ થઈને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.