લાલપુર પોલીસે પીપરટોડા ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂ. 25,190 અને ગંજીપત્તાના પાના સહિત કુલ રૂ. 25,190નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે, પીપરટોડા ગામના મોટા તળાવ સીમ વિસ્તારમાં બાવળની ઝાડી નીચે કેટલાક ઈસમો ગંજીપત્તાના પાના વડે ‘તીનપત્તી’નો જુગાર રમી રહ્યા હતા. આ માહિતીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન, લાલપુર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ-12 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી લાલપુર પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહીલ અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
ઝડપાયેલા ઈસમોમાં શક્તિસિંહ મહીપતસિંહ જાડેજા, રમેશભાઈ ગોકળભાઈ ચૌહાણ, વિવેકભાઈ હિતેશભાઈ અગ્રાવત, અનિરુદ્ધભાઈ ગોરધનભાઈ ચોવટિયા, પ્રધ્યુમ્નસિંહ ભીખુભા જાડેજા અને રજનીકાંતભાઈ વિઠ્ઠલભાઈ સંઘાણીનો સમાવેશ થાય છે.

