Gujarat

જેઠાણીના પ્રેમીએ દેરાણીના બિભત્સ ફોટા-વીડિયો વાઇરલ કર્યાં

મણિનગરમાં જેઠાણીના પ્રેમીએ દેરાણીના અજાણ્યા શખ્સ સાથેના બિભત્સ ફોટા વોટ્સએપમાં મોકલ્યા હતા. તેમજ રિલ્સ બનાવી અપલોડ કરી બદનામ કરી હતી. પતિએ મોબાઈલ જોતા ભાંડો ફૂટ્યો હતો. આ અંગે મહિલાએ જેઠાણીના પ્રેમી સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઈન્સ્ટાગ્રામમાં બિભત્સ ફોટાની રીલ અપલોડ કરી હતી મણિનગરમાં 26 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. જેમાં 19 ઓગસ્ટે સાંજે પતિએ પત્નીનો મોબાઈલ જોતા અજાણ્યા નંબર પરથી પત્નીના કોઈ શખ્સ સાથેના બિભત્સ ફોટા વોટ્સએપ પર મોકલ્યા હતા. તેમજ ઇન્સ્ટાગ્રામમાં અજાણ્યા શખ્સ સાથેની બિભત્સ રીલ મોકલી હતી.

ઉપરાંત મહિલાની નણંદના ફોટાની પણ બિભત્સ રીલ પણ અપલોડ કરી હતી. બાદમાં પરિવારે તપાસ કરતા જેઠાણી જેની સાથે ભાગી ગઈ હતી તે પ્રેમી લખન પ્રજાપતિએ આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું. જે આ રીતે અવારનવાર રીલ અપલોડ કરીને હેરાન કરતો હતો. કંટાળીને મહિલાએ લખન સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.