Gujarat

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અંગે ભ્રામક પોસ્ટ કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો ગુનો દાખલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પવન ત્યાગી નામના આઈડી ધારક વિરુદ્ધ પોલીસની કાયદેસરની કાર્યવાહી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ ભ્રામક તેમજ વાંધાજનક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર મુકવા મામલે અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક્શન લીધી છે.

ખોટી ભ્રામક પોસ્ટ કરનાર વ્યક્તિએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર “ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવવામાં આવશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ બનાવવામાં આવશે” તેવી ખોટી અફવા ફેલાવી બંધારણીય હોદ્દાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પી.એસ.આઈ. ડી.બી. કુમાવતની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૬(૪), ૩૫૩(૧), ૬૧(૨) તેમજ આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ડ્ઢ) હેઠળ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. એન. પી. ચૌહાણે જણાવ્યું છે કે આવી ખોટી અને ભ્રામક પોસ્ટ શેર કરીને જનતામાં ગભરાટ કે ગેરસમજ પેદા કરનારા તત્ત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. એન. પી. ચૌહાણે ઈ્ફ ભારત સાથે વાતચીતમાં જણાવ્યું, “અમે સાયબર ક્રાઈમ પર સતત વોચ રાખતા હોઈએ છીએ. તે દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ‘ (ટ્વિટર) પર એક પોસ્ટ અમારા ધ્યાનમાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે સરકાર તરફથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ફરિયાદ નોંધવામાં આવી છે.