Gujarat

રી-ડેવલપમેન્ટનું કામ ન મળતા બિલ્ડરે મહિલાઓનો પીછો કરી ગાળો આપી

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં એક બિલ્ડરને રી ડેવલોપમેન્ટનું કામ ન મળતા બિલ્ડરે સોસાયટીની મહિલાઓનો પીછો કરી બીભત્સ ગાળો આપી હતી. સોસાયટીનું વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં અશ્લીલ મેસેજ અને કોમેન્ટ કરી હતી. બિલ્ડરના સતત ત્રાસથી કંટાળીને સોસાયટીની મહિલાઓએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બાકડા પર મહિલાઓ જોઇને બાકડા સાથે ગાડી અથડાવી શહેરના સુભાષબ્રિજ પાસે આવેલી એક સોસાયટીનું રી ડેવલોપમેન્ટનું કામ અગાઉ શિવાલય ઇન્ફ્રાના તેજસ પટેલને આપવામાં આવ્યું હતું પરંતુ તેજસે સોસાયટીની શરતો ન માનતા કામ આપ્યું નહોતું.

તેજસ ઘણા સમયથી સોસાયટીની મહિલાઓ માર્કેટમાં જાય તો તેમની પાછળ પાછળ જતો અને ગાળો બોલતો હતો. 16મેએ તેજસ સોસાયટીમાં ગાડી લઈને આવ્યો હતો અને બાકડા ઉપર બેઠેલી મહિલાઓને જોઈને બાંકડા સાથે ગાડી અથડાવી હતી.મહિલાઓ ઊભી થઈને ત્યાંથી નીકળી ગઈ હતી ત્યારે તેજસ તેમને ગાળો બોલવા લાગ્યો હતો.