Gujarat

રક્ષાબંધનની આગલી રાત્રે યુવકની જાહેરમાં હત્યા

અમદાવાદમાં રક્ષાબંધનની આગલી રાત્રે ઠક્કરબાપાનગર પોલીસ ચોકી સામે જ યુવકની જાહેરમાં છરીના ઘા મારી બે યુવકોએ હત્યા કરી છે. હત્યા કરનાર બેમાંથી એક આરોપી ગુનામાં પેરોલ પર છૂટીને બહાર આવ્યો છે. આ મામલે કૃષ્ણનગર પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી બીજા આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

પેરોલ પર બહાર આવેલા આરોપીએ અન્ય સાથે મળી હત્યા કરી દિલીપ ઉર્ફે બકરો સોનકર નામનો યુવક એક્સેસ ટુ-વ્હીલર લઈને ગઈકાલે રાત્રે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાનમાં ભરત ચુનારા અને રોહિત ચુનારા નામના બે યુવકો ત્યાં આવ્યા અને દિલીપ સાથે બોલાચાલી કરી હતી. બંનેએ છરી કાઢી દિલીપના શરીરના ભાગે મારી દીધી હતી. જેથી દિલીપ લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યો હતો. સૂત્રો મુજબ હત્યા કરનાર આરોપી ભરત પેરોલ પર બહાર આવેલો હતો.