રેન્જ IG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની દ્વારા દારૂ અને જુગારની ગુનાખોરી રોકવા આપેલી સૂચનાના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. LCB ટીમે જોડીયા તાલુકાના અંબાલા ગામની સીમમાં એક વાડીની ઓરડીમાં ચાલતા મોટા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 17 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
ધ્રોલ-જોડીયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન LCB સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, અંબાલા ગામની સીમમાં અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનીભા દેવુભા જાડેજાની વાડીની ઓરડીમાં રેઇડ કરવામાં આવી હતી. ત્યાં ગંજીપતાના પાના વડે ‘માંગ પાના’ (અંદર-બહાર)નો જુગાર રમી રહેલા ૧૭ શખ્સોને રંગેહાથ પકડી લેવાયા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ 31,64,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 3,04,500 રૂપિયા રોકડા, 18 મોબાઇલ ફોન (કિંમત 6,60,000 રૂપિયા), ૫ મોટરસાયકલ (કિંમત 2,00,000 રૂપિયા) અને ૩ ફોરવ્હીલ કાર (કિંમત 20,00,000 રૂપિયા)નો સમાવેશ થાય છે.
ઝડપાયેલા આરોપીઓમાં અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનીભા જાડેજા (અંબાલા, જોડીયા), પારસભાઇ ઉર્ફે ભોલુ જારીયા (મોરબી), રાજેશભાઇ માણંદભાઇ ગરચર (અંબાલા, જોડીયા), ભાવેશભાઇ નારણભાઇ ડાંગર (દુધઇ, જોડીયા), વિશાલભાઇ રાજેશભાઇ રાજદેવ (મોરબી), ભાવેશભાઇ માણંદભાઇ ગરચર (અંબાલા, જોડીયા), મેહુલભાઇ લાખાભાઇ જીલરીયા (મોરબી), જયદીપભાઇ ધનશ્યામભાઇ ભડાણીયા (મોરબી), જયદીપભાઇ મહેન્દ્રભાઇ લો (મોરબી), ભરતભાઇ મેરામભાઇ ગરચર (અંબાલા, જોડીયા), સુર્યાભાઇ નાનજીભાઇ મિયાત્રા (મોરબી), કિશોરભાઇ માધવજીભાઇ ગાંગાણી (દુધઇ, જોડીયા), સુમીતભાઇ વસંતભાઇ ગોધાણી (મોરબી), વિવેકભાઇ વિનોદભાઇ ગૌસ્વામી (મોરબી), અનિરૂધ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર (મોરબી), વિશાલભાઇ હસમુખભાઇ ગાંભવા (આમરણ, મોરબી) અને અનિરૂધ્ધસિંહ સહદેવસિંહ જાડેજા (ભીમકટા, જોડીયા)નો સમાવેશ થાય છે.

