રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 9 સપ્ટેમ્બરના રોજ એક સાથે 17 પોલીસ સબ ઇન્સપેકટરોની આંતરિક બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિના દરમિયાન એક જ જગ્યાએ લાંબો સમયથી ફરજ બજાવતા 226 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી અને હવે ફરી બાકી રહેલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવશે જેનો લીથો તૈયાર છે જે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
કોની ક્યાં બદલી કરાઈ
- પી.જી. આલની તાલુકા પોલીસમાંથી પ્રોસિક્યુશન સેલમાં
- આર.કે. ગોહિલની AHTUમાંથી SOGમાં
- એમ.જી. સોલંકીની થોરાળા પોલીસમાંથી AHTUમાં
- એસ.એમ. સૈયદની ટ્રાફિક શાખામાંથી કુવાડવા પોલીસ સ્ટેશનમાં
- કે.એસ. ભગોરાની ટ્રાફિક શાખામાંથી બી ડિવિઝન પોલીસમાં
- જે.આર. સોલંકીની બી ડિવિઝનમાંથી એ ડિવિઝનમાં
- બી.આર. ભરવાડની તાલુકામાંથી પ્રદ્યુમનનગરમાં
- એમ.આઈ. શેખની તાલુકામાંથી બી ડિવિઝનમાં
- આઈ.આઈ. કટિયાની ટ્રાફિકમાંથી રીડર ટુ ટ્રાફિક ડીસીપીમાં
- એસ.એસ. જાડેજાની એરપોર્ટમાંથી યુનિવર્સીટીમાં
- જે.એન. ગમારાની પ્રદ્યુમનનગરમાંથી તાલુકા પોલીસમાં
- આર.કે. સામુદ્રેની કુવાડવામાંથી ટ્રાફિકમાં
- એચ.જે. સોલંકીની એ ડિવિઝનમાંથી તાલુકા પોલીસમાં
- બી.એસ. ચૌહાણની યુનિવર્સિટીમાંથી આજીડેમ પોલીસમાં
- યુ.કે. બાંભણીયાની મહિલામાંથી કુવાડવામાં
- એમ.બી. રામાણીની રીડરમાંથી માલવિયાનગર પોલીસ સ્ટેશન

