ભાદરવી અમાસ નિમિતે નિષ્કલંક મહાદેવ મંદિરે દેશભરમાંથી હજારો ભક્તોએ દરિયામાં ડૂબકી લગાવી નિષ્કલંક થયા,હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી દ્વારા કોળિયાકના મેળામાં અનેકવિધ સેવાકીય કાર્યોની સરવાણી 5 ટન જેટલી લાડુ પ્રસાદી તૈયાર કરવામાં આવશે ASP, 8 PI, 14 PSI, 1021 પોલીસ જવાન, હોમગાર્ડ,GRD સહિતનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
કોળીયાક ગામે સમુદ્રમાં બિરાજમાન પાંડવ કાલિન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં છેલ્લા બે દિવસથી ચાલતા લોકભાતીગળ મેળાનું આજે સમાપન થયું છે જેમાં ભારત ભર માંથી દૂર દૂરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવના દર્શન કરી સમુદ્રમાં સ્નાન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી ભાદરવી અમાસને લઈને કોળીયાક ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગત સાંજ થી મેળાનો આરંભ થયો હતો અને આજે ઢળતી સાંજે આ લોકમેળાનુ ભવ્ય સમાપન થશે, આધ્યાત્મિક આસ્થા ધરાવતા શિવભક્તો દૂર દૂર થી ઉમટી પડયા હતાં અને સવારે નકળંગ ના દરિયે જાણે કિડીયારૂ ઉભરાયુ હોય એવું દશ્ય ખડું થયું હતું, આ વર્ષે વહેલી સવારે પાણી ઓસરવાના શરૂ થયા એ વખતે ઘોઘા બંદરેથી રાજવી પરીવારની ધજા હોડી મારફતે નિષ્કલંક મહાદેવના ઓટલે પહોંચી હતી, જેમાં રાજ પરીવારના સભ્યોએ મહાદેવની પૂજા કરી પ્રથમ ધજા ચડાવી હતી ત્યારબાદ પાણી હટતા પોલીસે દર્શન માટે શ્રદ્ધાળુઓ ને લીલીઝંડી આપતાં સેંકડો લોકો નો સમુહ ઝડપભેર દર્શન કરવા આગળ વધ્યો હતો, આ દ્રશ્ય ખરેખર અદ્દભુત હતું.

