ગિરગઢડા
ભરત ગંગદેવ
ગુજરાત રાજ્ય ના સરકારી વિભાગો દ્રારા “ગુડ ગવર્નન્સ વિક” અંતર્ગત જીલ્લા મા થેલેસેમીયા બાળકો તથા સગર્ભા મહિલા ના લાભાર્થીઓ ને બ્લ્ડ નિ જરૂરીયાદ પુરી કરવા ના પ્રયાસ રૂપી વેરાવળ સીવિલ હોસ્પિટલ ખાતે સવારે 10:00 થી બોપરે 2:00 સુધી રક્તદાન મહાદાન ને સાર્થક કરવા બલ્ડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે.
આ કેમ્પમાં ઉદઘાટક ગીર સોમનાથ જિલ્લાના ડી. ડી. ઓ. રવિન્દ્ર ખતાલે સાહેબ તથા વેરાવળ સરકારી હોસ્પિટલ ના ડો. શ્રીકાંત ઠક્કર, તથા લેબ ટેકનિશન, પેરા મેડીકલ સ્ટાફ તથા જુનાગઢ સરકારી હોસ્પિટલમાં ના કમલેશભાઈ સૈજુ, વિ. કે. કુંડલીયા, નિલમબેન પંપાણીયા, મનિષભાઈ મહેતા, જીતુભાઈ દેશાઈ, તથા R M O ડો બાલુ રામ, ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ થેલેસેમીયા કમિટી ના અનિષ રાચ્છ નિ ઉપસ્થિતિમાં પ્રથમ દીપ પ્રાગટ્ય સાથે રક્તદાતાઓ ના અભિવાદન થી શરૂઆત કરવામાં આવી હતી
આ કેમ્પમાં એકઠુ થતુ રક્તદાન થેલેસેમીયા બાળકો તથા સગર્ભા મહિલા ના લાભાર્થીઓ ને જુનાગઢ સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક આપવામાં આવશે તેવુ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે
Attachments area


