સ્થાનિક ઈરાની સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, રવિવારે (૧૩ સપ્ટેમ્બર) હોર્મુઝની સામુદ્રધુની નજીક કેશમ ટાપુ પાસે એક ઈરાની વ્યાપારી જહાજ પર હુમલો થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે આ વ્યૂહાત્મક જળમાર્ગને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે.
સરકારી ટીવીના અહેવાલ મુજબ, કેશમ શહેરના ગવર્નર અમીર તેઈમૌરીએ જણાવ્યું હતું કે, “આજે સવારે લગભગ ૫:૦૦ વાગ્યે (૦૧૩૦ ય્સ્) હેંગામ અને કેશમ ટાપુઓના કિનારા પાસે એક વ્યાપારી જહાજ પર હુમલો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા.” તેમણે હુમલાના સ્ત્રોત વિશે કોઈ વિગત આપી ન હતી.
અલગથી, યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (ેંદ્ભસ્ર્ં) એ જણાવ્યું હતું કે સામુદ્રધુનીમાંથી પસાર થતી વખતે એક જહાજ પર પ્રોજેક્ટાઇલ (ક્ષેપક) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ ઘટના વિશે વધુ વિગતો આપી ન હતી.
અમેરિકી સેના તરફથી કોઈ તાત્કાલિક નિવેદન આવ્યું નથી. ઈરાની બંદરોની નાકાબંધીના ભાગરૂપે ઈરાની ધ્વજ ધરાવતા જહાજાેને નિશાન બનાવતી અમેરિકી સૈન્ય કાર્યવાહી વચ્ચે આ ઘટના બની છે.
કેશમની આસપાસ વિસ્ફોટો
હોર્મુઝની સામુદ્રધુનીમાં આવેલા સૌથી મોટા ટાપુ, કેશમની આસપાસ રાત્રિ દરમિયાન અનેક વિસ્ફોટો થયા હોવાના અહેવાલ મળ્યા છે, કારણ કે આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ જળમાર્ગને લઈને તણાવ વધી રહ્યો છે.
આ ઘાતક ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન ઓમાનમાં ગલ્ફ દેશો સાથે વાટાઘાટો કરવાનું છે. ઓમાન પણ આ સામુદ્રધુનીને અડીને આવેલું છે અને આ માર્ગ વૈશ્વિક તેલ અને ગેસના પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના છ મહિનાના સંઘર્ષમાં હોર્મુઝની સામુદ્રધુની પરનું નિયંત્રણ એક મુખ્ય વિવાદાસ્પદ મુદ્દો બની ગયો છે. ૨૮ ફેબ્રુઆરીએ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ દ્વારા શરૂ કરાયેલા હુમલાના જવાબમાં, ઈરાને આ જળમાર્ગને અવરોધિત કર્યો છે; સંઘર્ષ શરૂ થયો તે પહેલાં આ માર્ગ મુક્ત અને અવરોધમુક્ત હતો.
ઈરાન હવે સુરક્ષા અને સાર્વભૌમત્વની ચિંતાઓને ટાંકીને જહાજાે માટે સામુદ્રધુનીમાંથી પસાર થવા માટે મંજૂરી મેળવવાનું ફરજિયાત બનાવે છે અને સેવા શુલ્ક લાદવાની પદ્ધતિ પર વિચાર કરી રહ્યું છે. નિયમોનું પાલન ન કરનારા જહાજાેને વારંવાર ઈરાની હુમલાઓનો સામનો કરવો પડે છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ સામુદ્રધુની પર તેહરાનના નિયંત્રણને પડકારવા માટે સમયાંતરે ઈરાની કિનારા પર બોમ્બમારો કરે છે.
ટ્રમ્પે ફરી દાવો કર્યો કે ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્તિની નજીક છે
અગાઉ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી કહ્યું હતું કે ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્તિની નજીક છે. તેમણે દાવો કર્યો હતો કે નવેમ્બરમાં યોજાનારી યુએસ મિડટર્મ ચૂંટણી પછી આ સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે અને આગાહી કરી હતી કે ત્યારબાદ તેલના ભાવમાં ભારે ઘટાડો થશે. શનિવારે આયર્લેન્ડની મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે તેમને આશા છે કે યુદ્ધ “ખૂબ જલ્દી” સમાપ્ત થશે; તેમણે સંકેત આપ્યો કે આવું “મધ્યસત્ર ચૂંટણીઓ (મિડટર્મ્સ) પછી તરત જ” બની શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે મધ્ય પૂર્વમાં લડાઈ સમાપ્ત થતાં જ તેલના ભાવમાં “ભારે ઘટાડો” થશે. એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ યુદ્ધના અંત વિશે વાત કરી છે.
૧૦ સપ્ટેમ્બરે ડલ્લાસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન વોશિંગ્ટનમાં વધુ નરમ વલણ ધરાવતું વહીવટીતંત્ર સત્તા પર આવે તેવી રાહ જાેઈને અમેરિકી મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, “મને લાગે છે કે ચૂંટણી પછી તરત જ યુદ્ધ સમાપ્ત થઈ જશે. તેઓ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ખૂબ જ આતુર છે જેથી ત્યાં એક સારું, નબળું જૂથ સત્તામાં આવે, જે તેમને તેમના હાલ પર છોડી દે અને તેમને તેમના પરમાણુ હથિયાર મેળવવા દે.”

