ઘણા દિવસો બાદ વરસેલા ર્વ્સદીથી ખેડૂતોમાં ખુશીની લાગણી જાેવા મળી
રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૯૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જાેર જાેવા મળ્યું હતું. તાપીના ઉકાઈમાં સૌથી વધુ ૧૧.૮૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે સુરતના ઉમરપાડામાં ૮.૩૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ડાંગના સુબીરમાં ૫.૭૧ ઈંચ અને વઘઈમાં ૫.૬૭ ઈંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ બન્યો છે. મોડી સાંજે રાજ્યના દાહોદ, ભરૂચ, ખેડા, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. લાંબા સમય બાદ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધરતી પુત્રોમાં પણ ખુશીની લહેર છવાઈ હતી.
દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. દાહોદ શહેર સહિત ઝાલોદ, લીમખેડા, લીમડી અને દેવગઢ બારીઆ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળો અને પવનના સુસવાટા વચ્ચે વરસાદ શરૂ થતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વરસાદે વિરામ લેતાં દાહોદ જિલ્લામાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. ખાસ કરીને વરસાદની રાહ જાેઈ રહેલા ખેડૂતો માટે ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો હતો. જાેકે, રવિવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળોના જમાવડા સાથે વરસાદ શરૂ થયો હતો.
ઝાલોદ, લીમખેડા, લીમડી અને દેવગઢ બારીઆ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતાં સ્થાનિક લોકોને પણ ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.
વરસાદની એન્ટ્રીથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. હાલ સૂકાઈ રહેલા ખરીફ પાકને વરસાદથી નવજીવન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. જાે આગામી દિવસોમાં ખેતીલાયક સારો વરસાદ વરસે તો ડાંગર, તુવર, અડદ અને મકાઈ જેવા પાકને મોટું જીવનદાન મળી શકે છે. લાંબા વિરામ બાદ દાહોદ જિલ્લામાં મેઘમહેર થતાં ખેડૂતો સહિત સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. હવે ખેડૂતોની નજર આગામી દિવસોમાં થનારા વરસાદ પર છે, જેથી ખરીફ પાકને પૂરતું પાણી મળી શકે અને ખેતીને મોટો ફાયદો થઈ શકે.
ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં વરસાદના લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે શનિવારે સંધ્યાકાળ બાદ ભરૂચ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ શહેરમાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ અનુભવાયા બાદ સાંજના સમયે આકાશમાં વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ વરસાદ શરૂ થતાં શહેરના માર્ગો પર પણ વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકોમાં પણ રાહતનો અનુભવ થયો હતો.
બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ જાેવા મળી હતી, જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા જાેવા મળ્યા હતા. ભરૂચ ઉપરાંત અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. સંધ્યાકાળ બાદ શરૂ થયેલા વરસાદને પગલે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું. વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી તંત્ર દ્વારા પણ વરસાદની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં લાંબા સમયથી વરસાદના વિરામને કારણે લોકો વરસાદની રાહ જાેઈ રહ્યા હતા, ત્યારે ફરી વરસાદ શરૂ થતાં રાહતનો માહોલ જાેવા મળ્યો છે. ચોમાસાની સિઝનમાં વરસાદના લાંબા વિરામ વચ્ચે જિલ્લામાં ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જાેવા મળી છે. ખેતી માટે વરસાદનું પાણી મહત્વનું હોવાથી લાંબા વિરામ બાદ પડેલો વરસાદ પાક માટે ફાયદાકારક સાબિત થાય તેવી આશા ખેડૂતોમાં જાેવા મળી રહી છે.
તે વાત પણ ધ્યાને લેવા જેવી છે કે, રાજ્યના અમુક વરસાદની જરૂરિયાત ધરાવતા ખેતી વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આશાનું વાતાવરણ સર્જાયું છે. જાેકે વરસાદનું પ્રમાણ અને આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ ખેતી માટે કેટલી ઉપયોગી રહેશે તે આગામી સમય દરમિયાન સ્પષ્ટ થશે. છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલના અભાવે ભારે ઉકળાટ અને બફારો અનુભવાઈ રહ્યો હતો. દિવસ દરમિયાન ગરમી અને ભેજના કારણે લોકો પરેશાન હતા. ત્યારે સાંજ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
તાપી જીલ્લામાં શનિવાર રાત્રિ દરમિયાન સાવર્ત્રિક વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ઉકાઈમાં સૌથી વધુ ૧૧ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં જળાશય અને ખેતી આધારિત વિસ્તારોમાં વરસાદની અસર જાેવા મળી હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીથી લોકોને પણ રાહત મળી છે.
ઉકાઈમાં ૧૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સોનગઢમાં ૫.૩૧ ઈંચ, ઉચ્છલમાં ૩.૮૧ ઈંચ અને વ્યારામાં ૨.૨ ઈંચ વરસાદ વરસ્યો છે. ડોલવણ અને વાલોડ તાલુકામાં પણ ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. નિઝર તાલુકામાં ૭ મિમી અને કુકરમુંડા તાલુકામાં ૬ મિમી વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદની પગલે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધી શકાયો છે. ઉપરવાસમાંથી ૮૦,૨૫૯ ક્યુસેક પાણીની આવક નોંધી શકાય. આ પાણીની આવક થતી ડેમની સપાટી ૩૩૫.૨૭ ફૂટ પર પહોંચી ગઈ અને ડેમમાંથી કેનાલ મારફતે ૮૦૦ ક્યુસેક પાણીની જાવક નોંધી શકાય છે. ડેમમાં પાણીની આવક થતા દક્ષિણ ગુજરાતને મોટી રાહત મળી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ પર પહોંચી છે.
પાટણમાં મેઘરાજાનું ધીમી ધારે આગમન થયું છે. આકરી ગરમી, ઉકળાટ, બફારાનો અનુભવ કરતા શહેરીજનો માટે વરસાદી માહોલના કારણે આંશિક રાહત મળી હતી. હાલ ધીમી ધારે શરૂ થયેલ વરસાદે ખેડૂતોને રાહત આપી શકે છે. જૂનના અંત તેમજ જુલાઈના પ્રથમ અઠવાડિયામાં મેઘમહેર બાદ દોઢ મહિના સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો. વરસાદ નહી આવતા ખરીફ પાક માટે ચોમાસુ આધારિત વાવેતર બાદ પૂરતા પ્રમાણમાં પાણીની જરૂરિયાત હતી. ત્યારે ખેતીને પાણી નહીં મળતા ખેડૂત સહિત આમ પ્રજા અને સરકાર ચિંતિત હતી
નર્મદા જિલ્લામાં મેઘરાજાની જાેરદાર એન્ટ્રી જાેવા મળી છે. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાગબારા, ડેડીયાપાડા, ચીકડા સહિત રાજપીપળામાં પણ વરસાદથી વાતાવરણ ઠંડુ બન્યું છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જાેવા મળી રહી છે. નર્મદા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જિલ્લાના છએ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સાગબારા અને ડેડીયાપાડા વિસ્તારમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.
વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નવું જીવનદાન મળ્યું છે. વરસાદની કાગડોળે રાહ જાેઈ રહેલા ખેડૂતોમાં ખુશી જાેવા મળી રહી છે. વરસાદના કારણે ખેતીના પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.
તો બીજી તરફ રાજપીપળા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે સ્ટેશન રોડ અને દરબાર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાગબારા, ડેડીયાપાડા અને ચીકડા પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના કારણે ખેડૂતોમાં એક તરફ ખુશી જાેવા મળી રહી છે તો બીજી તરફ આગામી દિવસોમાં પણ સારો વરસાદ વરસે તેવી આશા સેવાઈ રહી છે.
