Gujarat

પીપળજની મહર્ષિ અત્રિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ફિટ ઈન્ડિયા- સનડેઝ ઓન સાઈકલની ૯૦મી આવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો

પીપળજની મહર્ષિ અત્રિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આજે સવારે તેમના કેમ્પસમાં ફિટ ઈન્ડિયા- સનડેઝ ઓન સાઈકલની ૯૦મી આવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સાપ્તાહિક કાર્યક્રમની નવીનતમ આવૃત્તિ ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર‘ થીમ હેઠળ આયોજિત કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત હળવા શારીરિક તાલીમ સત્ર સાથે થઈ હતી, ત્યારબાદ ઝુમ્બા ડાન્સ યોજાયો હતો.

નૃત્ય સત્ર દરમિયાન યુવાનો લોકપ્રિય હિન્દી ફિલ્મ, પંજાબી, ટિમલી ગરબા અને તેલુગુ ટ્રેક પર પણ ઝૂમી ઉઠ્યા હતા.

ત્યારબાદ વિદ્યાર્થીઓ શાળા કેમ્પસમાં ૩ કિમી સાઈકલ ચલાવવા આગળ વધ્યા હતા.

આ કાર્યક્રમમાં એક મનોરંજક ગેમ ઝોનનો પણ સમાવેશ થતો હતો જ્યાં સહભાગીઓએ કેરમ, ચેસ, બોક્સ લુડો અને બોક્સ સ્નેક્સ એન્ડ લેડર્સ (સાપસીડી), દોરડા કૂદ અને વોલીબોલ જેવી વિવિધ રમતો રમી હતી.

આ કાર્યક્રમમાં શાળાના ૧૪૦ છોકરાઓ અને ૪૦ છોકરીઓ સહિત કુલ ૧૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.