લાલપુર તાલુકાના દેવગઢ ગામ પાસે આવેલા 66 KV સબ સ્ટેશનની દીવાલ પાછળ જુગાર રમાતો હતો. આ બાતમીના આધારે લાલપુર પોલીસે રેડ કરી હતી. 15 સપ્ટેમ્બરની રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક લોકો ગંજીપત્તાથી તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમી રહ્યા હતા.
પોલીસે કુલ 6 લોકોને જુગાર રમતા જોયા હતા. તેમાંથી 2 લોકો પોલીસને જોઈને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે 4 લોકોને સ્થળ પરથી પકડી પાડ્યા હતા
પોલીસે પકડાયેલા લોકોની અંગઝડતીમાંથી કુલ ₹11,010 રોકડા જપ્ત કર્યા હતા. જુગારના સ્થળેથી ₹1,760 મળી કુલ ₹12,770 રોકડ જપ્ત કરાઈ હતી. ગંજીપત્તાના કુલ 52 પાનાં પણ કબજે કરવામાં આવ્યા હતા.
આ કેસમાં કાનાભાઈ દેવાભાઈ ઝુંઝા, દેવેંદ્રસિંહ ગુણવતસિંહ જાડેજા, રાજુભાઈ વસરામભાઈ જાપડા અને બુધાભાઈ ભીખાભાઈ ઝુંઝાની ધરપકડ કરાઈ છે. રમેસભાઈ ભાયાભાઈ ઝુંઝા અને કેતનભાઈ કારેણા ફરાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. લાલપુર પોલીસે જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ નહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને સોંપવામાં આવી છે.

