ઉત્તરાખંડના સીનીયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્મ્મ્જી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે સ્વતંત્રતા સેનાનીના આશ્રિત હોવાના કથિત નકલી પ્રમાણપત્રોનો ઉપયોગ કરવા બદલ ચાર વિદ્યાર્થિનીઓ અને અન્ય એક વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. સ્વતંત્રતા સેનાનીના આશ્રિતો માટેના ક્વોટા હેઠળ પ્રવેશ માટે સબમિટ કરાયેલા દસ્તાવેજાેની ચકાસણી દરમિયાન આ કથિત અનિયમિતતા પ્રકાશમાં આવી હતી. ચકાસણી પ્રક્રિયાના તારણો બાદ, આ ક્વોટા હેઠળ મેળવેલા સ્મ્મ્જી પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા.
પ્રવેશ અંગેની કથિત છેતરપિંડી કેવી રીતે પ્રકાશમાં આવી
સ્વતંત્રતા સેનાનીના આશ્રિત શ્રેણી હેઠળ લાભ મેળવવા માટે ઉપયોગમાં લેવાયેલા પ્રમાણપત્રોની અધિકૃતતા અંગે ફરિયાદ નોંધાયા બાદ આ મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ દહેરાદૂન જિલ્લા મેજિસ્ટ્રેટે દસ્તાવેજાેની તપાસ અને ચકાસણી કરવા માટે એક સમિતિની રચના કરી હતી.
ચકાસણી પ્રક્રિયા દરમિયાન, સમિતિને પ્રાથમિક દ્રષ્ટિએ પ્રમાણપત્રો શંકાસ્પદ જણાયા હતા. અધિકારીઓને એ પણ જાણવા મળ્યું હતું કે દસ્તાવેજાેમાં આપવામાં આવેલા સરનામાંની ચકાસણી થઈ શકતી ન હતી. આ તારણોએ ક્વોટા હેઠળ પ્રવેશ મેળવવા માટે સબમિટ કરાયેલા દસ્તાવેજાેની માન્યતા પર પ્રશ્નો ઉભા કર્યા, જેના પગલે કથિત રીતે સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી.
જિલ્લા સમિતિએ પ્રમાણપત્રોને શંકાસ્પદ ગણાવ્યા
દહેરાદૂન જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રમાણપત્રો અને તેના સમર્થનમાં સબમિટ કરાયેલા દસ્તાવેજાેની તપાસ કરવા માટે ચીફ ડેવલપમેન્ટ ઓફિસર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની બનેલી સંયુક્ત તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ અહેવાલ મુજબ, પ્રમાણપત્રો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાતા હતા. સમિતિને એ પણ જાણવા મળ્યું હતું કે અરજદારો દ્વારા સબમિટ કરાયેલા દસ્તાવેજાે અધૂરા હતા અને રેકોર્ડમાં દર્શાવેલ સરનામાંની ચકાસણી થઈ શકતી ન હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે તપાસ અહેવાલ મેડિકલ એજ્યુકેશનના ડાયરેક્ટરને મોકલી આપવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે પોલીસ તપાસ દરમિયાન બહાર આવતી હકીકતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થિનીઓ અને માતા સામે હ્લૈંઇ નોંધાઈ
અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે સ્વતંત્રતા સેનાનીના આશ્રિત હોવાના કથિત નકલી પ્રમાણપત્રો મેળવવાના મામલે ક્લેમેન્ટ ટાઉન પોલીસ સ્ટેશનમાં તૃપ્તિ અને તેની માતા ઉમા દેવી સામે કેસ નોંધ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખુશી, પરી અને સ્વાતિ – જેમણે પ્રમાણપત્રો માટે અરજી કરી હતી – તેમની સામે રાયપુર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ હ્લૈંઇ નોંધવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્રની ચકાસણી પ્રક્રિયામાં દસ્તાવેજાેની અધિકૃતતા અને અરજદારો દ્વારા કરવામાં આવેલા દાવાઓ પર પ્રશ્નો ઉભા થયા બાદ આ કેસ નોંધવામાં આવ્યા હતા.
ચાર સ્મ્મ્જી પ્રવેશ રદ
આ કથિત અનિયમિતતાઓને કારણે સ્વતંત્રતા સેનાનીના આશ્રિત ક્વોટા હેઠળ ચાર વિદ્યાર્થિનીઓએ મેળવેલા સ્મ્મ્જી પ્રવેશ પણ રદ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર પાસેથી અહેવાલ મળ્યા બાદ દહેરાદૂનની ૐદ્ગમ્ મેડિકલ એજ્યુકેશન યુનિવર્સિટીએ તેમના પ્રવેશ રદ કર્યા હતા. તબીબી શિક્ષણ નિયામક ડૉ. આશુતોષ સયાનાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ દેહરાદૂન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલના આધારે આ ર્નિણય લીધો હતો.

