દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અંતર્ગત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નગરમાં દીવડાનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ સેવા, સંકલ્પ અને રાષ્ટ્રભાવનાના પ્રકાશને લોકો સુધી પહોંચાડવાના સંદેશ સાથે યોજાયો હતો.

આ પ્રસંગે કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ અને કાલોલ તાલુકા ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

