ધંધુકાના ફેદરા ગામે એક હોટલ પાસે આજે બે કાર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં કુલ 5 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 2ની હાલત ગંભીર છે. અકસ્માત એટલો જોરદાર હતો કે, બંને કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ધંધુકા અને પીપળીથી બે એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને પ્રાથમિક સારવાર અપાયા બાદ ધંધુકાની RMS હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અકસ્માત કેવી રીતે થયો અને ટક્કરનું ચોક્કસ કારણ શું હતું તે અંગેની વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.

