એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે બ્રિટિશ નાગરિક જગતાર સિંહ જાેહલને UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળના સાત કેસોમાં જામીન મંજૂર કર્યા છે. જાેહલ પર ‘ખાલિસ્તાન લિબરેશન ફોર્સ‘ના કથિત કાવતરાના ભાગરૂપે લક્ષિત હત્યાઓ (ટાર્ગેટેડ કિલિંગ્સ) કરવાનો આરોપ છે. જાેહલની ધરપકડ ૨૦૧૭માં પંજાબમાં કરવામાં આવી હતી. બ્રિટિશ નાગરિક જગતાર સિંહ જાેહલ હત્યા અને UAPA સંબંધિત સાત કેસોમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે, જેની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે.
જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવિન્દ્રની બનેલી દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પંજાબના લુધિયાણા અને જલંધર જિલ્લાઓમાં ૨૦૧૬-૨૦૧૭ દરમિયાન થયેલી શ્રેણીબદ્ધ લક્ષિત હત્યાઓના આરોપસર ેંછઁછ કેસોમાં જાેહલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીઓને મંજૂરી આપી હતી. આ બાબતે વિગતવાર આદેશની હજુ રાહ જાેવાઈ રહી છે.
અગાઉ ૨૦૨૪માં એક સમાન બેન્ચે જામીન અરજીઓ ફગાવી દીધી હતી.
નોંધનીય છે કે ૨૦૨૪માં એક સમાન બેન્ચે જામીન અરજીઓ ફગાવી દીધી હતી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, જેણે હાઈકોર્ટને અરજીઓ પર ફરીથી ર્નિણય લેવા કહ્યું હતું. જાેહલને જામીન આપવાનો ઇનકાર કરતી વખતે, તે બેન્ચે અવલોકન કર્યું હતું કે એવું માનવા માટેના પૂરતા કારણો છે કે તેમની સામેના આરોપો પ્રથમ દૃષ્ટિએ સાચા છે.
ગયા વર્ષે ૧૮ સપ્ટેમ્બરના રોજ, દિલ્હી હાઈકોર્ટે આતંકવાદ વિરોધી કાયદા ેંછઁછ હેઠળ નોંધાયેલા અનેક કેસોમાં બ્રિટિશ શીખ નાગરિક જગતાર સિંહ જાેહલને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
આ મામલાની સુનાવણી દરમિયાન, જસ્ટિસ પ્રતિભા એમ. સિંહની અધ્યક્ષતાવાળી બેન્ચે જાેહલ દ્વારા દાખલ કરવામાં આવેલી તે અરજીઓને ફગાવી દીધી હતી જેમાં ટ્રાયલ કોર્ટના આદેશોને પડકારવામાં આવ્યા હતા. ટ્રાયલ કોર્ટે પંજાબના લુધિયાણા અને જલંધર જિલ્લાઓમાં ૨૦૧૬-૨૦૧૭ દરમિયાન કથિત લક્ષિત હત્યાઓ અને હત્યાના પ્રયાસોની શ્રેણીના સંબંધમાં દ્ગૈંછ દ્વારા તપાસવામાં આવી રહેલા સાત કેસોમાં તેમને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
તપાસ પંજાબ પોલીસ પાસેથી દ્ગૈંછને સોંપવામાં આવી હતી.
કોર્ટે નોંધ્યું હતું કે બાદમાં, તપાસ પંજાબ પોલીસ પાસેથી દ્ગૈંછને સોંપવામાં આવી હતી કારણ કે એવું ‘તારણ‘ કાઢવામાં આવ્યું હતું કે આ ગુનાઓ ‘રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસ્થિર કરવાના ઈરાદાવાળા આંતરરાષ્ટ્રીય કાવતરા‘નો ભાગ હતા. જાેકે, અરજીઓનો વિરોધ કરતા દ્ગૈંછએ દાવો કર્યો હતો કે નવેમ્બર ૨૦૧૭માં ધરપકડ કરાયેલ જાેહલ “આત્યંતિક કટ્ટરપંથી” અને ‘ખાલિસ્તાન લિબરેશન ફોર્સ‘ (દ્ભન્હ્લ)નો “સક્રિય સભ્ય” હતો. આ ઉપરાંત, એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે મુખ્ય કાવતરાખોરોમાંના એક હોવાને નાતે, આરોપીએ એવા ભંડોળની વ્યવસ્થા કરી હતી જેનો ઉપયોગ બે શૂટરો દ્વારા શસ્ત્રો અને હથિયારો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. જસ્ટિસ અમિત શર્માનો સમાવેશ કરતી દિલ્હી હાઈકોર્ટની બેન્ચે કાયદા હેઠળ નિર્ધારિત સમયમર્યાદા બાદ દાખલ કરવામાં આવેલી પાંચ અપીલોને ફગાવી દીધી હતી. અન્ય બે કેસોમાં કરવામાં આવેલી અપીલોને બેન્ચે ગુણદોષના આધારે ફગાવી દીધી હતી.

