જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા ડેમોમાં આ વર્ષે ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. જેના કારણે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય ડેમો જેવા કે રણજીત સાગર, સસોઈ ડેમ અને ઊંડ-1 માં વરસાદી પાણીની નવી આવક લગભગ બંધ છે.
શહેરીજનોને પાણીની તકલીફ ન પડે તે માટે જામનગર મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે ‘સૌની યોજના’ હેઠળ ડેમો ભરવાની માંગણી કરી હતી. આ માંગણી પછી હાલ ઊંડ-1, રણજીત સાગર અને સસોઈ ડેમમાં પાણી ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે.

રણજીત સાગર અને સસોઈ ડેમમાં દરરોજ ૧૦ થી ૧૨ એમસીએફટી જેટલું પાણી નાખવામાં આવી રહ્યું છે. હાલ શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા બરાબર ચાલી રહી છે અને કોઈ અડચણ નથી.

