ધ્રોલની શ્રીમતી ડી.એચ.કે. મૂંગરા કન્યા વિદ્યાલયમાં 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર, નિયામક આયુષની કચેરી તેમજ જામનગરના જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ વર્ષની થીમ ‘સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ’ રાખવામાં આવી હતી.
આયુર્વેદિક ઓફિસર ડો. સોનગરાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી કેરાલિયા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. મુખ્ય વક્તાઓમાં શ્રી લેઉવા પટેલ સમાજના ઉપ પ્રમુખ ડો. વિજયભાઈ સોજીત્રા, ગાર્ડી બી.એડ કોલેજ ધ્રોલના પ્રિન્સિપાલ ડો. મુકેશભાઈ ટંડેલ અને માર્કેટિંગ યાર્ડ ધ્રોલના ચેરમેન રસિકભાઈ ભંડેરીનો સમાવેશ થાય છે. હોમિયોપેથીક મેડિકલ ઓફિસર ભીમાણીએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે વિજયભાઈ મૂંગરા, જિલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ મહેશભાઈ મૂંગરા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ પણ હાજર રહી હતી.
કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ, હોમિયોપેથી કેમ્પ, પોષણ સેમિનાર, ઉકાળા વિતરણ, યોગા સેશન, હર્બલ રોપા વૃક્ષારોપણ અને આયુષ ક્વિઝનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ આ તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

