Gujarat

શ્રી વીર સાવરકર શાળા નં. 8 માં ‘વિકસિત ભારત-2047’ સ્પર્ધા

ભાવનગરની શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં. ૮ માં ‘વિકસિત ભારત-૨૦૪૭’ કાર્યક્રમ હેઠળ ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. ભારત સરકારના સંકલ્પ ‘વિકસિત ભારત-૨૦૪૭’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને સર્જનાત્મકતા વધે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત-૨૦૪૭’ વિષય પર બનાવેલા ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. વક્તૃત્વ સ્પર્ધામાં બાળકોએ વર્ષ ૨૦૪૭ના ભારતના નિર્માણ વિશે પોતાના વિચારો ઉત્સાહથી રજૂ કર્યા. શ્રી રામજીભાઈ અને શ્રી કૌટિલ્યભાઈએ વક્તૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મૂલ્યાંકન કર્યું હતું.

કાર્યક્રમમાં કોર્પોરેટર શ્રી સંજયભાઈ બારૈયા અને સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ બારૈયા હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની પ્રતિભાને વખાણી અને તેમને સારા ભવિષ્ય માટે પ્રોત્સાહન આપ્યું. બંને સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને મહેમાનોના હાથે ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.