આજે 19 સપ્ટેમ્બરે ભાવનગરના પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના જન્મદિવસ નિમિતે કાર્યકરો અને જનપ્રતિનિધિઓના પ્રયાસોથી શહેરભરમાં વિવિધ સામાજિક અને વિશિષ્ટ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું., સવારથી કાર્યક્રમની શરૂઆત ગૌશાળા ખાતે ગૌમાતાના પૂજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ નજીકમાં આવેલા ઓક્સિજન પાર્ક ખાતે સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ શાળાની વિધાર્થીનીઓએ ઉત્સાહભેર જોડાઈને વૃક્ષારોપણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ કરીને 30 સપ્ટેમ્બર સુધી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા રિપોર્ટ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે., આ પ્રસંગે એક વિશાળ ‘મેગા મેડિકલ કેમ્પ’નું પણ આયોજન કરાયું હતું, જેમાં સર ટી. હોસ્પિટલ અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી ઉત્કૃષ્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કેમ્પમાં વિવિધ વિષયના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હાજર રહ્યા હતા. અહીં સ્થળ પર જ લોહીના વિવિધ ટેસ્ટ, સિરમ રિપોર્ટ અને જરૂરી દવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.મેગા મેડિકલ કેમ્પ અને કેન્સર નિદાન વેનમાં 500 થી વધુ દર્દીઓએ આ કેમ્પ નો લાભ લીધો હતો,
આ મેગા મેડિકલ કેમ્પ રેડક્રોસ સોસાયટી, સર ટી. હોસ્પિટલના સંયુક્ત સહયોગથી પી.જે. વિધાસંકુલ બાલયોગીનગર ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, રેડક્રોસ સોસાયટી દ્વારા અત્યાધુનિક કેન્સર નિદાન વાન દ્વારા ખાસ કરીને બહેનોમાં થતા કેન્સરનું સચોટ નિદાન થઈ શકશે. જનરલ ફિઝિશિયન, ચેસ્ટ ફિઝિશિયન, ઓર્થોપેડિક, ઈ.એન.ટી., ગાયનેકોલોજિસ્ટ, આંખના સર્જન દ્વારા તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું. તેમજ સ્થળ પર જ નિઃશુલ્ક લેબોરેટરી રિપોર્ટ્સ પણ કરવામાં આવ્યા હતા. લોહી, કિડની, ડાયાબિટીસ, હૃદય સંબંધી તપાસ, શ્વાસ અને ફેફસાંની તપાસ કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

